રાજકોટ: શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ભૂપેન્દ્ર રોડ, રાજકોટ તથા SGVP ગુરુકુલ રીબડાના સંયુક્ત ઉપક્રમે આગામી સમયમાં એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.મેમનગર ગુરુકુલ સુવર્ણ જયંતી મહોત્સવના ઉપલક્ષમાં અને વંદુ સહજાનંદ પદની ૨૦૨મી જયંતી નિમિત્તે ‘વંદુ – જનમંગલ યજ્ઞ-૩’ નું આયોજન થયું હતું
આ મંગલમય ઉત્સવ પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના દિવ્ય આશીર્વાદ અને પરમ પૂજ્ય માતૃવાત્સલ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી સંપન્ન થયો કાર્યક્રમનું સુંદર સંચાલન રાજકોટ મંદિરના મહંત પૂજ્ય કોઠારી શ્રી રાધારમણદાસજી સ્વામી તથા રીબડા ગુરુકુલના સંચાલક પૂજ્ય શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ પવિત્ર યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે, બોરડી મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ આદિ દેવોને ‘દ્રાક્ષ તથા નારંગીનો મનોહર ફલકૂટ’ ધરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ગણા બધા ભક્તો પધાર્યા હતા ટાયરબાદ રીબડા ગુરુકુળ ના પૂજ્ય ધર્મવત્સલદાસજી સ્વામીએ ફળ અન્નકૂટ ની આરતી કરી બધા ભક્તો ને આશીર્વાદ પાઠવ્યા હતા.






