ગોંડલ શહેર એટલે એશિયા નું સૌથી મોટું માર્કેટ યાર્ડ તેમજ અહીં ઓઇલ મિલ મમરા સિમેન્ટ પ્રોડક્ટ તેમજ ખાદી વિશ્વસ્તરે ચમકે છે ત્યારે અહીં ગામ શહેર દૂર દૂર થી લોકો આવતા જતા હોય યાર્ડ માં ખેડૂતો આવતા જતા હોય તેમજ ગોંડલ શહેર વરસો થી એક વડું મથક હોય વ્યાપાર ધંધા રોજગાર સહિત ના ઉદ્યોગો પર ગોંડલ મદાર છે અહીંના ધારાસભ્ય સહિત ના અગ્રણીઓ ગોંડલ ના વિકાસ ખુબ સરસ રીતે કર્યો છે અહીં કોઈ સુવિધા થી વંચિત નથી ગોંડલ ની જનતા પણ વિકાસ થી સંતોષ છે પણ અહીં એસટી બસ સ્ટેશન ગીચ વિસ્તાર માં છે એટલે હાઈવે થી અમુક બસો બાયપાસ થતી હોય જેનો લાભ ગોંડલ શહેર ને મળતો નથી તેમજ સૌથી વધુ આવન જવન યાર્ડ તેમજ ગુંદાળા રોડ તરફ ની હોય તો અહીં સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ને જૂનું બસ સ્ટેન્ડ તેમજ યાર્ડ આસપાસ એક અધ્યયન નવું બસ પોર્ટ ની જરૂર છે જેથી ટ્રાન્સપોર્ટેશન માં લોકો ની સુવિધા માં વધારો થાય એટલુજ નહીં યાર્ડ આસપાસ ઘણા રેસિડેન્ટ સોસાયટી ઓ પણ આવેલ હોય ગોંડલ ના વિકાસ માં કઈ ઘટતું નથી પણ યસ કલગી સમાન એક મોર પીછું ઉમેરાઈ એવી સમગ્ર ગોંડલ શહેર ગ્રામ્ય વિસ્તાર ની પણ લોક માંગણી અને લાગણી પણ છે માટે ગોંડલ માં જે બસ સ્ટેન્ડ છે એ પણ શરૂ રાખો હમણાં જ આ બાબતે ગોંડલ તાલુકા ભાજપ ઉપ્રમુખ કુલદીપ સિંહ જાડેજા એ પણ આ માંગ કરી ગોંડલ ની જનતા ને વધુ સુવિધા આપવા જણાવ્યું છે ત્યારે એમની માંગ ને સમર્થન આપી ગોંડલ ની જનતા માટે વધારા નું એક બસ પોર્ટ ગોંડલ ને ભેટ મળે એવી માંગ સરકાર શ્રી તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષે ભાઈ સંઘવી ને પણ આ બાબતે નમ્ર અરજ તેમજ તેમની પાસે આ માંગ કરીએ છીએ ગોંડલ ના મૂળ વતની તેમજ રાજકોટ ભાજપ અગ્રણી અમિત ધ્રુવ દ્વારા એક અખબારી યાદી માં જણાવાયું છે






