શ્રીલક્ષ્મીનારાયણ મંદિરને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા ત્રિદિનાત્મક શતાબ્દી મહોત્સવની સમસ્ત ગ્રામજનો દ્વારા ઉજવણી કરાશે.
આગામી ૦૯ મે થી ૧૧ મે ૨૦૨૪ એમ ત્રણ દિવસ મહાયજ્ઞ, રામધૂન, સંતવાણી, બ્લડ ડોનેશન કેમ્પ, શોભાયાત્રા
આપણી ભારતીય સંસ્કૃતિમાં મંદિરોએ સમાજ જીવનને બહુ જ દિવ્યતા પ્રદાન કરી છે. જેમાં દેવ મંદિરો/રામજી મંદિરો એટલે આધ્યાત્મીક ઉર્જાથી અંતઃકરણને દૈવતવંતુ બનાવવાનું શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે. સર્વજીવ હિતાવહક સંદેશાઓમાં પ્રવર્તક ભગવાન શ્રીલક્ષ્મીનારાયણ મહાપ્રભુએ પણ દરેક ગામડાઓમાં મંદિરોની પરંપરાને ખુબ જ મહત્વ આપી સમાજને એક નવો માર્ગ ચિંધ્યો છે. ત્યારે નાનુ છતાં સાક્ષાત દિવ્યતા થાય એ પૈકીનું માળીયા(મી) તાલુકાનું ચાંચાવદરડા ગામમાં આવેલ શ્રીલક્ષ્મીનારાયણ મંદિરના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં તે નિમીત્તે સમસ્ત ચાંચાવદરડા ગામ દ્વારા ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આગામી તા.૦૯/૦૫ થી ૧૧/૦૫ સુધી મહાયજ્ઞ, રામધૂન, ધૂન ભજન, સંતોના સામૈયા, ધર્મ સભા, બ્લડ ડોનેશન કેમ્પ જેવા ધાર્મિક કાર્યો કરી શતાબ્દી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
આ ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવ પૂર્વે ૧૦૦ કલાક અખંડ રામનામ જાપનું આયોજન કરવામાં આવ્યું છે. અખંડ રામનામ જાપ તા.૦૪/૦૫ રવિવારે સવારે ૮.૦૦ વાગ્યા થી ૦૮/૦૫ ગુરુવારના બપોરના ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ તા.૦૯/૦૫ ના દિવસથી શતાબ્દી મહોત્સવમાં નિર્ધારેલ વિવિધ દિવ્ય પ્રસંગોમાં તા. ૯ મે ૨૦૨૪, ગુરૂવારે સાંજે ૫-૦૦ થી ૭-૩૦ કલાકે ગોપી મંડળ(ગામની સ્ત્રીભક્તો ધુન-કિર્તન) ત્યારબાદ સાંજે ૭-૩૦ કલાકે સાંજનો પ્રસાદ તેમજ રાત્રે ૯-૩૦ થી ૧-૩૦ કલાકે ચાંચાવદરડા (બજરંગમંડળ) દ્વારા સુંદર મજાનું નાટક ભજવવામાં આવશે. જયારે બીજા દિવસ એટલે કે તા.૧૦ મે ૨૦૨૪, શુક્રવારના રોજ સવારે ૮-૦૦ કલાકે(સંસ્કાર ઈમેજીંગ મોરબી) દ્વારા બ્લડ કેમ્પ બાદ સવારે ૯-૩૦ કલાકે યજ્ઞમાં બેસનારની દેહ શુધ્ધિ સાથે સરપદડ ગામના ભૂપતભાઈ દ્વારા રામધૂન ત્યારબાદ સ્થાપીત દેવ પૂજન કર્યા બાદ બપોરે ૧૨-૦૦ કલાકે મહાપ્રસાદ બાદ કુટીર યજ્ઞ બપોરે ૩-૦૦ કલાકે, રાસ ગરબા સાંજે ૫-૩૦ થી ૭-૩૦ કલાકે, પ્રસાદ સાંજે ૭-૩૦ કલાકે, સંતવાણી રાત્રે ૯-૩૦ કલાકે (ભગવતીબેન ગૌસ્વામી, જુનાગઢ)
શતાબ્દી મહોત્સવના અંતિમ દિવસે તા.૧૧/૦૫ના શનિવારના રોજ મહાઅભિષેક સવારે ૭-૦૦ કલાકે, શોભાયાત્રા સવારે ૭-૩૦ કલાકે, ધર્મ સભા સવારે ૯-૦૦ કલાકે, મહાપ્રસાદ બપોરે ૧૧-૩૦ કલાકે, ધ્વજા રોહણ બપોરે ૧૨-૦૦ કલાકે, મહાયજ્ઞનું બીડું હોમ બપોરે ૧૨-૧૫ કલાકે અને ત્યારબાદ રામજી મંદિર ખાતે મહાઆરતી કરી શતાબ્દી મહોત્સવની પુર્ણાહુતી કરવામાં આવશે. ત્યારે સમગ્ર મહાયજ્ઞ તેમજ હોમ હવન આદિના જજમાન સ્થાને શાસ્ત્રી રાજુભાઈ શાંતિલાલ મહેતા (ચાંચાવદરડાવાળા) દ્વારા કરાવવામાં આવશે ત્યારે શ્રી લક્ષ્મીનારાયણ શતાબ્દી મહોત્સવની શોભામાં અભિવૃધ્ધિ કરવા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર વતી સમસ્ત ચાંચાવદરડા ગામ દ્વારા સૌ કોઈ ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી: ઉમા વિદ્યા સંકુલના પ્રમુખ અશ્વિનભાઇ અને હર્ષદભાઇ ના પિતા સ્વ.પોલજીભાઈ ભગવાનજીભાઈ અઘારાનું તારીખ 12/11/2025ના રોજ દુઃખદ અવસાન થયું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. તેમનું બેસણું તારીખ 14/11/2025ને સવારે 8 થી 10 કલાકે નવી પીપળી પ્લોટ વિસ્તાર, પાણીના ટાંકા પાસે રાખેલ છે.
નોંધ:- તા. ૨૨/૧૧/૨૦૨૫...
મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે અગાઉ નગરપાલીકા કાર્યરત હતી ત્યારે મોરબી શહેરની આસપાસના ગામડાઓ માટે બસ સેવા સુચારૂ રીતે ચાલી રહી હતી પરંતુ વર્ષ ૨૦૨૫ માં મોરબીને મહાનગરપાલીકાનો દરજજો મળ્યા ત્યાર બાદ આજ સુધી આ બસ સેવા સંપુર્ણપણે બંધ છે જેના...
મુકેશભાઈ નામના દર્દી ઉમર વર્ષ 33, નું અકસ્માત થતાં મગજમાં ખુબજ ગંભીર ઇજા પોહચી હતી અને મગજના ભાગે ઇજા ના કારણ થી લોહીની નશની ફૂટ થવાથી હેમરેજ થયું અને ભાન અવસ્થા ખોરવાઈ હતી.
જે બાદ તાત્કાલિક આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીમાં લવાયા અને ન્યૂરો સર્જન ડૉ. પ્રતિક પટેલ સાહેબ દ્વારા તાત્કાલિક...