Sunday, September 8, 2024

Radhe Trailer: પૂરી થઇ રાહ! ભરપૂર એક્શન સાથે સલમાન ખાનની વાપસી, સાથે જોવા મળી દિશા પટની.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ચાહકોની રાહ આખરે પૂરી થઈ અને સલમાન ખાનની સૌથી રાહ જોવાતી ફિલ્મ ‘રાધે- યૉર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ નું ટ્રેલર ગુરુવારે (22 એપ્રિલ) રિલીઝ થયું. ટ્રેલરનું પ્રીમિયર સવારે 11 વાગ્યે યુટ્યુબ પર થયું હતું, પ્રીમિયર પછી સલમાને સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા ટ્રેલર પણ શેર કર્યું હતું. રાધે – યૉર મોસ્ટ વોન્ટેડ ભાઈ ફિલ્મ સલમાન ખાનની અંદાઝની એક્શન ડ્રામા ફિલ્મ છે, જેમાં તે ફરી એકવાર અન્ડરકવર કોપ રાધેની ભૂમિકા નિભાવી રહ્યો છે. રાધે આ વખતે ડ્રગ માફિયાની સફાઇ કરતા જોવા મળશે. રણદીપ હૂડા ફિલ્મમાં નકારાત્મકની ભૂમિકામાં જોવા મળશે. દિશા પટનીનું નામ દીયા છે અને તેની રાધે સાથેની પ્રેમ કહાની બતાવવામાં આવી છે. રીઅલ લાઇફમાં ટાઇગર શ્રોફની નજીકની મિત્ર દિશા રાધે ફિલ્મમાં જેકી શ્રોફની બહેનનો કિરદાર નિભાવી રહી છે, જે પોતે એક પોલીસ અધિકારી છે. બુધવારે સલમાન ખાને જાહેરાત કરી હતી કે હાલની સ્થિતિમાં પણ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની રિલીઝ પોસ્ટપોન નહીં થાય. ઈદ પર ભાઈજાન ઈદી(ગિફ્ટ) આપશે. ફિલ્મ 13 મેના રોજ ઈદ પર થિયેટરમાં રિલીઝ થશે. સલમાન ખાનની સાથે દિશા પટની લીડ રોલમાં છે. ફિલ્મમાં જેકી શ્રોફ, ઝરીના વહાબ અને રણદીપ હુડ્ડા પણ લીડ રોલમાં દેખાશે. ‘રાધે’ સલમાન ખાન, સોહેલ ખાન અને અતુલ અગ્નિહોત્રીના બેનર સલમાન ખાન ફિલ્મ્સ, સોહેલ ખાન પ્રોડક્શન્સ અને રીલ લાઈફ પ્રોડક્શન હેઠળ કો-પ્રોડ્યુસ કરી છે.આ ફિલ્મનું દિગ્દર્શન પ્રભુદેવાએ કર્યું છે, એક્શનની ભરપૂર આ ફિલ્મ દ્વારા સલમાન ખાન એક્ટર તરીકે આશરે દોઢ વર્ષ પછી પડદા પર કમબેક કરી રહ્યો છે. છેલ્લે તે દબંગ 3માં દેખાયો હતો. પ્રભુ દેવાના ડાયરેકશનમાં બનેલી રાધે 13 મેના રોજ થિયેટરની સાથે ઝીપ્લેક્સ પર પણ રિલીઝ થશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર