Monday, May 27, 2024

Appleએ iPhone 12 Miniનું ઉત્પાદન ઘટાડ્યું, તેને બંધ કરવાની યોજના બનાવી રહી છે, આ છે તેનું કારણ ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

Apple આ વર્ષે બજારમાં iPhoneની નવી સિરીઝ લોન્ચ કરશે, જેનો વપરાશકર્તાઓ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહયા છે. આવી સ્થિતિમાં, લેટેસ્ટ iPhone 12 Miniને લગતી એક રિપોર્ટ સામે આવી છે, જેમાં આ ડિવાઇસનું ઉત્પાદન ઘટ્યું હોવાનું બહાર આવ્યું છે. એટલે કે, કંપની ખૂબ ઓછી સંખ્યામાં આઇફોન 12 મીનીનું નિર્માણ કરી રહી છે. જેના પછી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંપની આ ડિવાઇસ બંધ કરવાતૈયારીમાં છે. પરંતુ તાજેતરમાં લોન્ચ થયેલ આઇફોન 12 મીનીને ટૂંક સમયમાં બંધ થવાના પાછળનું કારણ શું હોઈ શકે? ચાલો જાણીએ.

Appleએ ગયા વર્ષે તેની આઇફોન 12 સિરીઝ શરૂ કરી હતી, પરંતુ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપની આઇફોન 12 મીની ડિવાઇસને લઈને લોકોમાં ઘટી રહેલી લોકપ્રિયતા અંગે ભારે ચિંતા કરી રહી છે. જે બાદ કંપનીએ તેનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આઇફોન 12 મીનીની ઓછી માંગને કારણે કંપનીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડ્યો હતો. આઇફોન 12 મીનીનું વિશ્વભરમાં 6 ટકા યુનિટનું જ વેચાણ થયું છે. જે સ્પષ્ટ કરે છે કે આ ઉપકરણ હજી લોકોમાં પોતાનું સ્થાન બનાવી શક્યું નથી. જે બાદ હવે કંપનીએ તેના ઓર્ડરમાં 20 ટકાનો ઘટાડો કર્યો છે. કંપનીએ આઈફોન 12 મીનીનું ઉત્પાદન ઘટાડ્યું છે, જેના પછી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કંપની આગામી કેટલાક દિવસોમાં આ ડિવાઇસ બંધ કરી શકે છે. કારણ કે તેને વપરાશકર્તાઓ તરફથી એવો પ્રતિસાદ મળ્યો નથી જેની અપેક્ષા કંપનીએ કરી હતી. અહેવાલમાં જણાવાયું છે કે આઇફોન 12 મીની Q2, 2021 સુધીમાં ડિલિવરી કરવાનુ બંધ કરશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર