Saturday, May 4, 2024

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ બનાસકાંઠા કલેકટરની કાર્યવાહીથી ભૂમાફીયાઓમાં ફફડાટ, રૂ. ૧૭ કરોડની જમીન પચાવી પાડનાર તત્વો વિરૂધ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ હેઠળ બનાસકાંઠા જિલ્લાના કલેકટર આનંદ પટેલની કાર્યવાહીથી ભૂમાફીયા તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપ્યો છે. માથાભારે તત્વો ગરીબ વ્યક્તિઓની જમીન પર બિનકાયદેસર રીતે કબજો ન જમાવે તથા જેમણે ગેરકાયદેસર રીતે સરકારી અથવા તો ખાનગી માલિકીની જમીન પર કબજો કર્યો છે તેવા વ્યક્તિઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ બનાવવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કલેકટર આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન પ્રમાણે વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધીમાં જમીન પચાવી પાડનારા ૮૦ આરોપીઓ વિરૂધ્ધ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ૨૦ જેટલી ફરીયાદો નોંધાઇ છે. જેમાંથી ૫૨ આરોપીઓની ફરીયાદ નોંધાયાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યાં છે. જયારે ૨૮ જેટલાં ફરાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી માલિકીની કુલ રૂ. ૧૭ કરોડની જમીનો ભૂમાફીયાઓના સંકજામાંથી મુક્ત કરવામાં આવી છે. બનાસકાંઠાના કલેકટર આનંદ પટેલે જણાવ્યું છે કે, બનાસકાંઠા જિલ્લામાં સરકારી જમીન, ગૌચરની જમીન કે ગરીબ વર્ગની જમીન પચાવી પાડનારા તમામ માથાભારે તત્વો વિરૂધ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ તંત્ર દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર