Saturday, April 27, 2024

BCCI કોરોના મહામારીની લડતમાં આગળ આવ્યું, ઓક્સિજન કંસંટ્રેટરર્સનું વિતરણ કરશે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કોરોના મહામારીની ચાલી રહેલી લડાઈમાં આગળ આવ્યું છે. બોર્ડે સોમવારે જાહેરાત કરી હતી કે તે રોગચાળાને દૂર કરવાના ભારતના પ્રયાસોમાં મદદ કરવા માટે 10-લિટર 2000 ઓક્સિજન કંસંટ્રેટરનું યોગદાન આપશે. દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા આરોગ્ય તંત્ર પડી ભાંગ્યું હતું. આ દરમિયાન હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન સહિતની તબીબી સુવિધાઓ માટે લોકો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.

આગામી કેટલાક મહિનાઓમાં બોર્ડ એવી આશા સાથે ભારતભરમાં ઓક્સિજન કંસંટ્રેટરનું વિતરણ કરશે જેથી જરૂરિયાતમંદ દર્દીઓને તબીબી સહાય અને સંભાળ પૂરી પાડવામાં આવે અને આ પહેલ રોગચાળાના વિનાશને ઘટાડવામાં મદદ કરશે. બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, “બીસીસીઆઇ મેડિકલ અને હેલ્થકેર સમુદાયની ઉત્કૃષ્ટ ભૂમિકાની પ્રશંસા કરે છે, જે વાયરસ સામેની આ લાંબી લડાઈ ચાલુ રાખી રહ્યું છે. તેઓ ખરેખર ફ્રન્ટલાઇન વોરિયર્સ છે અને અમને બચાવવા માટે શક્ય તેટલું બધું કર્યું છે. બોર્ડે હંમેશાં આરોગ્ય અને સલામતીને ટોચ પર મૂકી છે અને આ ઉદ્દેશ માટે પ્રતિબદ્ધ છે. ઓક્સિજન કંસંટ્રેટરર્સ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત આપશે અને તેમને ઝડપથી સાજા થવામાં મદદ કરશે. ‘

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે કહ્યું કે, “વાયરસ સામેની આ સામૂહિક લડતમાં અમે ખભેખભો મિલાવીને ઊભા છીએ. બીસીસીઆઇ કટોકટીના આ સમયમાં તબીબી ઉપકરણોની સખત જરૂરિયાતને સમજે છે અને આશા રાખે છે કે આ પ્રયાસ દેશભરમાં ઉભા થયેલા માંગ-પુરવઠાના અંતરને દૂર કરવામાં મદદ કરશે. આપણે બધાએ ઘણું સહન કર્યું છે. હું તમામ લાયક લોકોને રસી લેવા વિનંતી કરું છું.”

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર