Saturday, April 20, 2024

કોરોના અપડેટ : દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧.૩૨ લાખ કેસ નોંધાયા, લગભગ ૩૨૦૦ લોકો મૃત્યુ પામ્યા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસો ઘટી રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના સંક્ર્મણના ૧.૩૨ લાખ કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન લગભગ ૩૨૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 1 લાખ 32 હજાર 788 કોરોનાના કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન દેશમાં સંક્ર્મણને કારણે 3,207 લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે આ સમયગાળા દરમિયાન દેશભરમાં કોરોનાથી 2.31 લાખથી વધુ લોકો સાજા થયા છે તે પણ રાહતની વાત કહી શકાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનામાંથી 2,31,456 લોકો સાજા થયા છે. આ ઉપરાંત દેશભરમાં અત્યાર સુધીમાં 2,61,79,085 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેનાથી રિકવરી રેટ વધીને 92.48 ટકા થયો છે. કોરોના રિકવરી સાથે દેશમાં કોરોના-એક્ટિવ કેસોમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,01,875 એક્ટિવ કેસો ધટ્યાં છે. હાલ દેશમાં કોરોના એક્ટિવ કેસ 17,93,645 છે. એક્ટિવ રેટ ઘટીને 6.34 ટકા થયો છે.

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્ર્મણના કુલ 2,83,07,832 કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 3,35,102 લોકોના મોત થયા છે. ભારતનો કોરોના મૃત્યુદર હાલમાં 1.18 ટકા છે.

મંગળવારે 20 લાખથી વધુ ટેસ્ટ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના જણાવ્યા અનુસાર કોરોના સંક્ર્મણને શોધવા માટે મંગળવારે દેશભરમાં 20,19,773 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અત્યાર સુધીમાં 35,00,57,330 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રસીકરણનો આંકડો રૂ.21.85 કરોડને પાર થઇ ગયો છે. આ દરમિયાન દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણ ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 21,85,46,667 લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી છેલ્લા એક દિવસમાં 23,97,191 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર