Tuesday, May 30, 2023

કોરોના વાયરસ: પાકિસ્તાને ભારતને કોરોના સામે લડવા માટે રાહત સામગ્રી આપવાની ઓફર ફરી શરૂ કરી.

spot_imgspot_imgspot_imgspot_img
spot_img
spot_img

પાકિસ્તાને કોરોના વાયરસના સંક્ર્મણની કટોકટીનો સામનો કરી રહેલા ભારતને રાહત સામગ્રી પૂરી પાડવાની ઓફરને પુનરાવર્તિત કરતાં કહ્યું છે કે, બંને દેશો રોગચાળાથી ઉભા થયેલા પડકારોને પહોંચી વળવા ભવિષ્યમાં સહકાર આપવાના માર્ગો શોધી શકે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જાહિદ હાફિઝ ચૌધરીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન તાત્કાલિક ભારતને વેન્ટિલેટર, ડિજિટલ એક્સ-રે મશીનો, પીપીઈ કિટ અને સંબંધિત સામગ્રી મોકલવા તૈયાર છે. તેમણે કહ્યું હતું કે, “પાકિસ્તાન અને ભારતના સંબંધિત અધિકારીઓ ભવિષ્યમાં રોગચાળાથી ઉભા થયેલા પડકારોનો સામનો કરવાના માર્ગો શોધી શકે છે. અમે આશા રાખીએ છીએ કે ભારતના લોકોને આ રોગચાળામાંથી ઝડપથી રાહત મળે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારત સરકારે રોગચાળાને ધ્યાનમાં રાખીને કાશ્મીરી નેતાઓ અને તમામ કાશ્મીરી કેદીઓને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવા જોઈએ. ગયા અઠવાડિયે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારત સાથે એકતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે માનવતા પરના આ વૈશ્વિક સંકટનો સાથે મળીને સામનો કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે હાલ ભારતમાં કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. આથી વિશ્વના ઘણા દેશો આ મહામારી સામે લડી રહેલા ભારતની મદદ માટે આગળ આવ્યા છે.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર