Thursday, June 1, 2023

ડાન્સ દીવાને 3 ના જજ ધર્મેશ કોરોના પોઝિટિવ નોંધાયા,અગાઉ 18 ક્રૂ મેમ્બર નોંધાયા હતા પોઝિટિવ, માધુરીનો રિપોર્ટ…..

spot_imgspot_imgspot_imgspot_img
spot_img
spot_img

રિયાલિટી ટીવી શો ડાન્સ દીવાને 3 ના જજ ધર્મેશ યેલાંડે તાજેતરમાં કોવિડ પોઝિટિવ નોંધાયા છે. ધર્મેશની લોકપ્રિયતા ખૂબ વધારે છે અને આ શોના ઘણા ક્રૂ મેમ્બર્સ કોવિડ પોઝિટિવ હોવાની માહિતી મળ્યા બાદ હવે ધર્મેશનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં એક અહેવાલ સામે આવ્યો હતો કે ડાન્સ દિવાને 3 ના જજ ધર્મેશ આગામી એપિસોડનો ભાગ નહીં બને, જોકે તેની ગેરહાજરીનું કારણ સ્પષ્ટ થયું ન હતું. થોડા સમય પહેલા જ આ શોના 18 જેટલા ક્રુ મેમ્બર્સ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.આ શોમાં, માધુરી દીક્ષિત, તુષાર કાલિયા, ધર્મેશ યેલાંડે એક જજની ભૂમિકામાં જોવા મળે છે. શો સાથે જોડાયેલા અન્ય લોકોના પણ ટેસ્ટ કરાવવામાં આવ્યા. જેમાંથી ધર્મેશ અને શોના પ્રોડ્યુસર અરવિંદ રાવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજીબાજુ માધુરી દીક્ષિત અને હોસ્ટ રાઘવ જુયાલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મીડિયા રિપોર્ટસ મુજબ ધર્મેશ તે સમયે ગોવામાં હતો જ્યારે તેને કોરોનાના હળવા લક્ષણો ત્યાં મહેસૂસ થયા હતા. હાલ ધર્મેશ તરફથી કોરોના પોઝિટિવ હોવા અંગેની કોઈ જાણકારી સામે આવી નથી. શોના મેકર્સએ કહ્યું કે સુરક્ષાના તમામ સેફટી પ્રોટોકોલને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે. અને તે જગ્યાને સેનિટાઇઝ કરવામાં આવી છે જ્યા બધા ક્રૂ મેમ્બર એકબીજા સાથે મળતા હતા. સાથે જ કહ્યું હતું કે અમે સતત અમારા ક્રૂ મેમ્બર્સની સલામતી અને આરોગ્યની દેખરેખ રાખી રહ્યા છીએ. અને નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ, અમે તમામ પ્રોટોકોલનું પાલન કરીશું.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર