Friday, April 26, 2024

SEBI એ અંબાણી બંધુઓ અને અન્ય પર 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, બે દાયકાના જૂના કેસમાં નિયમનકારે આ આદેશ આપ્યો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

માર્કેટ રેગ્યુલેટર સેબીએ બે દાયકા જુના કેસમાં ઉદ્યોગપતિ ભાઈઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી, અન્ય વ્યક્તિઓ અને કંપનીઓને કુલ 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને લગતા અધિગ્રહણનાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નિયમનકારે 2000 માં આ દંડ લાદ્યો હતો. ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ (સેબી) એ અંબાણી બંધુઓ તેમજ નીતા અંબાણી અને ટીના અંબાણીને પણ દંડ ફટકાર્યો છે. નીતા અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની છે. જ્યારે, ટીના અંબાણી ઉદ્યોગપતિ અનિલ અંબાણીની પત્ની છે. સેબીએ તેના 85 પાનાના આદેશમાં જણાવ્યું છે કે આરઆઇએલના પ્રમોટરો અને કન્સર્ટમાં કરતા વ્યક્તિઓ (PACs)2000 માં કંપનીના પાંચ ટકાથી વધુ હિસ્સાના અધિગ્રહણ અંગેની માહિતી આપવામાં નિષ્ફળ ગયા. નોંધનીય છે કે મુકેશ અને અનિલે 2005 માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું વિભાજન કર્યું હતું. સેબી દ્વારા જારી કરાયેલા હુકમ મુજબ, આરઆઈએલના પ્રમોટરોએ 2000 માં કંપનીમાં 6.83 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. વર્ષ 1994 માં ઇસ્યુ કરાયેલા 3 કરોડ વોરંટમાં રૂપાંતર કરીને તે હસ્તગત કરાયું હતું. સેબીનું કહેવું છે કે અધિગ્રહણ નિયમો હેઠળ નિર્ધારિત 5 ટકાની મર્યાદા કરતા વધારે હતું. સેબીએ શોધી કાઢ્યું છે કે પ્રમોટરો અને (PACs) એ શેરના અધિગ્રહણ અંગે કોઈ જાહેર જાહેરાત કરી નથી. શેરના અધિગ્રહણ અંગે પ્રમોટરો અને PACsએ જાહેરમાં જાહેરાત કરી ન હોવાના કારણે એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓએ અધિગ્રહણ નિયમોથી સંબંધિત જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હતું. હુકમ મુજબ, વિવિધ વ્યક્તિઓ અને કંપનીઓ જાહેર ઘોષણા કરવામાં નિષ્ફળ ગઈ, જેનાથી શેરધારકો કંપનીમાંથી બહાર નીકળવાના તેમના અધિકાર અથવા અવસારથી વંચિત રહી ગયા. આ કેસમાં નિયમનકારે કુલ 25 કરોડનો દંડ ફટકાર્યો છે. આ દંડની રકમ સંબંધિત વ્યક્તિઓ અને એકમો દ્વારા સંયુક્ત રૂપે ચૂકવવાની છે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર