Monday, September 9, 2024

જ્યારે લોકલ માર્કેટમાં સલમાનની હિરોઇન કપડા વેચતી પકડાઈ હતી, ત્યારે ચાહકોને પણ થયું હતું આશ્ચર્ય.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ફિલ્મ ‘બાહુબલી’ ના ‘મનોહરી’ ગીતથી પ્રખ્યાત અભિનેત્રી નોરા ફતેહી હંમેશાં તેના ડાન્સ વીડિયોને કારણે સતત ચર્ચામાં રહે છે. તે પોતાના ડાન્સના અલગ અંદાજથી ખુબ જ જાણીતી બની છે. નોરાનો આજે જન્મદિવસ છે તેનો જન્મ 6 ફેબ્રુઆરી 1992 ના રોજ કેનેડામાં થયો હતો. આજે નોરા તેનો 29 મો જન્મદિવસ મનાવી રહી છે. નોરા એક મશહૂર ડાન્સર છે અને ઘણીવાર તેના ડાન્સિંગ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરે છે. પ્રેક્ષકો પણ નોરાના ડાન્સના ચાહક છે. તે એક સમયે બેંગકોકના સ્થાનિક બજારમાં કપડાં વેચતી જોવા મળી હતી. તેનો આ વીડિયો એકદમ વાયરલ થયો હતો. વીડિયોમાં, નોરા જમીન પર બેસીને લોકોને કપડાં બતાવતા નજરે પડી હતી. આ સમય દરમિયાન, તેમની આસપાસ કપડાંનો ઢગલો પણ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, નોરા ગ્રાહકોને કપડાં બતાવીને તેની સાથે વાતો પણ કરી રહી હતી. નોરાના ચાહકોએ તેનો આ વીડિયો ઘણો પસંદ કર્યો. આ વીડિયો જોતી વખતે કેટલાક લોકો એમ પણ પૂછતાં હતા કે નોરાને આ કામ કરવાની ફરજ કેમ પડી હતી. તમને જણાવી દઈએ કે તેણે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ ‘રોર: ટાઇગર ઓફ સુંદરવન’ થી શરૂઆત કરી હતી. આ પછી તેને ટોલીવુડમાં પણ ઘણી તકો મળી. નોરા બિગ બોસ 9 માં પણ જોવા મળી હતી. સલમાન ખાનના આ રિયાલિટી શોમાં દેખાયા પછી જ નોરા ખૂબ પ્રખ્યાત થઈ હતી. ‘દિલબર ગર્લ’ તરીકે જાણીતી નોરા ફતેહી તેના ખતરનાક ડાન્સ સ્ટેપ્સથી જ નહીં, પરંતુ તેની બ્યુટીથી પણ લોકોનું દિલ જીતી લે છે. બાહુબલી ધ બિગિનિંગ, તેલુગુ ફિલ્મ ટેમ્પર અને જ્હોન અબ્રાહમની સત્યમેવ જયતે, સલમાન ખાનની ફિલ્મ ઇન્ડિયા જેવી ફિલ્મોમાં તેના આઈટમ સોંગમાં ડાન્સ કરીને નોરાએ દર્શકોનું દિલ જીત્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર