Friday, March 29, 2024

કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં આજે આઠમા તબક્કાની ચર્ચા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

કૃષિ કાયદાના મુદ્દા પર આજે સરકાર અને ખેડુતો વચ્ચે ચર્ચા થવાની છે. આઠમા રાઉન્ડની આ ચર્ચા દિલ્હીમાં જ વિજ્ઞાનભવનમાં થશે. છેલ્લી વાતચીતમાં સરકારે વીજળીના બિલ-પ્રદૂષણના મુદ્દે ખેડુતોની માંગ સાથે સંમત થયા હતા, પરંતુ હવે એમએસપી અને કૃષિ કાયદા વિશે હજી મંથન બાકી છે. સરકારને આશા છે કે આજે આંદોલન સમાપ્ત થઈ શકે છે, સાથે જ ખેડૂત સંગઠનોએ કહ્યું હતું, સરકારે માગ નહીં સ્વીકારી તો આંદોલન વધુ ઉગ્ર બનશે.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે આજે ખેડૂતો સાથેની વાટાઘાટ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમને આશા છે કે આજે કેટલાક સકારાત્મક પરિણામો બહાર આવશે. મીટિંગમાં દરેક વિષય પર વિચારમગ્નતા રહેશે. ખેડૂત નેતા મનજિત સિંહ રાયે કહ્યું હતું કે વાતચીતનું પરિણામ નહીં નીકળે તો 13 જાન્યુઆરીએ કૃષિ કાયદાની કોપી સળગાવીને લોહડીની ઉજવણી કરીશું.ખેડુતોનું આંદોલન સતત ચાલુ છે અને તેમને પણ ઘણા વર્ગનો ટેકો મળી રહ્યો છે. બૌદ્ધ સાધુઓ પણ સોમવારે સવારે દિલ્હી-ગાજીપુર બોર્ડર પર પહોંચ્યા હતા. અહીં તેમણે ખેડૂતોની માંગને સમર્થન આપ્યું હતું અને ત્રણેય કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગ કરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર