Sunday, May 26, 2024

હોલીવુડ સિંગર રીહાનાએ ખેડુતો માટે ટિવટ કર્યું, બોલિવૂડના આ સ્ટાર્સે પણ આ અંગે પ્રતિસાદ આપ્યો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી બોર્ડર પર બેઠેલા ખેડૂતો કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. બે મહિનાથી આ વિરોધ ચાલી રહ્યો છે. પરંતુ ખેડુતો પીછેહઠ કરવા તૈયાર નથી. આવી સ્થિતિમાં સામાન્ય લોકોથી લઇને વિશેષ લોકો આ બાબતે પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. જેમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સની સાથે હોલીવુડ સિંગર રીહાનાનું નામ પણ સામેલ છે. હકીકતમાં તાજેતરમાં, આંતરરાષ્ટ્રીય પૉપ સ્ટાર રિહાનાએ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર પ્રતિક્રિયા આપી છે. રિહાનાએ દિલ્હીની બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને ટેકો આપ્યો છે. તેમણે ખેડૂત આંદોલનને લગતા અહેવાલને તેમના સત્તાવાર ટિવટર હેન્ડલ દ્વારા શેર કર્યો છે. આ અહેવાલમાં પોલીસ સાથે ખેડૂતોના હોબાળાને કારણે ઇન્ટરનેટ સેવા બંધ થવાનો ઉલ્લેખ કર્યો છે. આ અહેવાલની સાથે રિહાનાએ લખ્યું કે આપણે આ વિશે કેમ વાત નથી કરી રહયા. રીહાનાના આ ટિવટ પછી બોલિવૂડમાં હલચલ મચી ગઈ છે. હવે બોલિવૂડ તરફથી પણ પ્રતિક્રિયા આવવા લાગી છે. શરૂઆતમાં કિસાન આંદોલનને ભારપૂર્વક ટેકો આપનાર અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝે પણ રીહાનાના ટિવટ પર પ્રતિક્રિયા આપી છે. દિલજીતે આ વિશે કંઇ કહ્યું નહીં, પરંતુ દિલજિતે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં રિહાનાની તસવીર શેર કરી છે. દિલજિત ઉપરાંત અભિનેત્રી અને મોડેલ શિબાની દાંડેકરે પણ રીહાનાના આ ટિવટ પર પ્રતિક્રિયા આપી છે. શિબાનીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં રીહનાના ટિવટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ સાથે જ સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને રિચા ચઢ્ઢાએ પણ આ મુદ્દે રીહાનાના ટિવટને રીટિવટ કર્યું છે. જોકે, આ અભિનેત્રીઓએ તેની સાથે કંઇ લખ્યું નથી. આ સિવાય રિચા ચઢ્ઢા અને સ્વરા ભાસ્કર પણ રીહાનાના ટિવટ પર બનેલી મેમ્સ શેર કરી રહ્યાં છે. સાથે જ લોકો રીહાના દ્વારા કરવામાં આવેલી ટિવટ પર પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જે સ્પષ્ટ કરે છે કે તેઓ પણ રીહાનાના ટિવટને પણ ટેકો આપી રહ્યા છે. તો તે જ સમયે, અભિનેત્રી કંગના રનૌતએ પણ રિહાનાના ટિવટ પર પ્રતિક્રિયા આપી. કંગનાએ પોતાની ટિવટમાં રિહાનાને દેશ વેચનાર અને મૂર્ખ વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું. જોકે, રિહાના તરફથી કંગનાના ટિવટ અંગે હજી સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર