માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ પાલનની આવશ્યકતાઓને પહોંચી વળવા કોરોનાની બીજી લહેર વચ્ચે સૂચિબદ્ધ કંપનીઓ માટેની સમયમર્યાદા વધારી દીધી છે. તેણે કંપનીઓને ચોથા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામોની જાણ કરવા માટે વધારાના ૪૫ દિવસ અને વાર્ષિક પરિણામો જાહેર કરવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. કંપનીઓ, ઉદ્યોગ સંગઠનો અને અન્ય પક્ષોએ સેબીને કોરોના સંક્ર્મણને રોકવા માટે અનેક રાજ્યોમાં લાદવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે અનુપાલન જવાબદારીઓની સમયમર્યાદા વધારવા વિનંતી કરી હતી. નિયમો હેઠળ કંપનીઓ દરેક ત્રિમાસિક ગાળાના અંતના 45 દિવસની અંદર અને નાણાકીય વર્ષના અંત પછી 60 દિવસની અંદર નાણાકીય પરિણામો જાહેર કરે છે. નવી વ્યવસ્થામાં નાણાકીય વર્ષ 2020-21ના છેલ્લા ત્રિમાસિક ગાળાના પરિણામો હવે કંપનીઓ 15 જૂન સુધીમાં અને વાર્ષિક પરિણામો 30 જૂન સુધીમાં ફાઇલ કરી શકશે. વધુમાં કંપની એક્ટ હેઠળ સંબંધિત રેકોર્ડસ પ્રદાન કરવાની અંતિમ તારીખ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. સામાન્ય રીતે સૂચિબદ્ધ કંપનીઓએ કોઈપણ નાણાકીય વર્ષના અંતના ૬૦ દિવસની અંદર વાર્ષિક પરિણામો સબમિટ કરવા પડે છે. સેબીએ અન્ય એક પરિપત્રમાં ડેટ સિક્યોરિટીઝ અને બોન્ડ લિસ્ટિંગ રેગ્યુલેટર્સ માટેના પાલન માટેના નિયમો હળવા કર્યા છે. નિયમનકારે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી), નોન-કન્વર્ટિબલ રિડીમેબલ પ્રેફરન્સ શેર અને કોમર્શિયલ પેપર તેમજ મ્યુનિસિપલ ડેટ સિક્યોરિટી લિસ્ટિંગ યુનિટ્સ માટે કેટલાક પાલનના નિયમોમાંથી થોડાક છૂટની જાહેરાત કરી છે. નિયમનકારે એનસીડી, એનસીડી, એનસીઆરપીએસ અને સીપીના અડધા વર્ષના નાણાકીય પરિણામો રજૂ કરવાની અંતિમ તારીખ 45 દિવસ વધારીને 30 જૂન કરી દીધી છે. આ ઉપરાંત વાર્ષિક કમાણીને લગતા આંકડા સબમિટ કરવાના સમયગાળામાં પણ 30 દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
કોરોનાની અસર ; લિસ્ટેડ કંપનીઓને રિઝલ્ટ રજૂ કરવા માટે મળ્યો વધુ સમય, સેબીએ રાહત આપી
વધુ જુઓ
મોરબીનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલ સમયમાં? ઉધોગ ને રાહત થાય તેવા સરકારે નક્કર પગલાં ભરવા જોઇએ
લાખો લોકોની રોજગારી પર સીધી અસર
ચુંટણી સમયે કરોડો રૂપિયા નું ચુનાવી ફંડ ઉધોગપતિઓ પાસે થીં લઇ ઉધોગપતિઓ ને હથેળીમાં ચાંદ બતાવતા નેતાઓ હાલ સીરામીક ઉધોગ નાં કપરાં સમયે મૌન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે
દેશ અને દુનિયાનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ અને સૌથી વધુ વિદેશી હૂંડિયામણ રળી આપનારો સિરામિક...
શેરબજાર ઊંચા સ્તરે બંધ, સેન્સેક્સમાં 359 અંકનો ઉછાળો, નિફ્ટી 15,700 ને પાર
સપ્તાહના ચોથા ટ્રેડિંગ ડે પર શેરબજાર ઊંચા સ્તરે બંધ રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના શેરમાં સેન્સેક્સ ૩૫૮.૮૩ વધીને ૫૨,૩૦૦.૪૭ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૦૨.૪૦ પોઇન્ટ વધીને ૧૫,૭૩૭.૭૫ અંક પર બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વ, એસબીઆઈ, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક અને ડિવિસ લેબના શેર લીલા નિશાન સાથે બંધ થયા...
સફળતા: ચીની અબજોપતિઓથી આગળ નીકળ્યા મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ ગ્લોબલ વેલ્થ રેન્કિંગમાં જેક મા જેવા ચીનના અબજોપતિઓને પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર લિસ્ટ અનુસાર મુકેશ અંબાણી અને અદાણીની સંપત્તિમાં અનુક્રમે 84 અબજ ડોલર અને 78 અબજ ડોલરનો વધારો થયો છે.
મુકેશ અંબાણીની નેટવર્થ 84 અબજ...