Monday, September 9, 2024

રાજ્યસભામાં રાજ્યના નાણાંમંત્રી અનુરાગ ઠાકુરે વિપક્ષ સામે પડકાર ફેંકતા કહ્યું કે………

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સંસદનું બજેટ સત્ર ચાલુ છે. કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચે કૃષિ કાયદાને લઈને વિવાદચાલી રહ્યો છે. રાજ્યસભામાં નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અને વિપક્ષને પડકાર ફેંકતા કહ્યું હતું કે, જણાવો કે એવું ક્યાં લખ્યું છે કે મંડી અને લઘુતમ ટેકાના ભાવ સિસ્ટમ (એમએસપી) નાબૂદ કરવામાં આવશે.જણાવી દઈએ કે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ રાજ્યસભામાં બજેટની ચર્ચા અંગે જવાબ આપશે. આ સમયગાળા દરમિયાન, નાણાં પ્રધાન બજેટને લઈને વિપક્ષના પ્રશ્નોના જવાબ આપશે. તેમણે 1 ફેબ્રુઆરીએ લોકસભામાં નાણાકીય વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કર્યું હતું. સામાન્ય રીતે નાણાં પ્રધાન પ્રથમ લોકસભા અને ત્યારબાદ રાજ્યસભામાં બજેટ પરની ચર્ચાનો જવાબ આપે છે, પરંતુ આ વખતે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા પર વિપક્ષીય ગતિરોધને કારણે લોકસભામાં ચર્ચા રાજ્યસભા પછી શરૂ થઈ હતી. રાજ્યસભામાં કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે,” બજેટમાં પીએમ કિસાન યોજનામાં 65 હજાર કરોડનો મોટો હિસ્સો આપવામાં આવ્યો છે. વિપક્ષનું કહેવું છે કે કૃષિ કાયદો એક કાળો કાયદો છે, જેની નજર જ કાળી હશે તેના વિચાર પણ તેવા હશે. આ કાયદો માત્ર ખેડૂતોની આવક બમણી કરવા માટે રજૂ કરવામાં આવ્યો છે. અમે ખેડૂતોની આવક બમણી કરીને જ છોડીશું.” રાજ્યસભામાં, નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર કહ્યું કે, “હું કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓને પડકાર ફેંકું છું કે જણાવો કે એવું ક્યાં લખ્યું છે કે મંડી અને લઘુતમ ટેકાના ભાવની વ્યવસ્થા નાબૂદ કરવામાં આવશે. અમે ભારતને આગળ વધારવા કટિબદ્ધ છીએ.” રાજ્યસભામાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ બજેટ નવા ભારત, મજબૂત ભારત અને આત્મનિર્ભર ભારત નિર્માણની આશાની ઉમ્મીદ વધારે છે. આ આપણને આર્થિક અને ઉત્પાદનની મહાસત્તા બનવાના માર્ગ પર લઈ જશે. ખાસ કરીને, મૂડી ખર્ચમાં 34.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર