Monday, September 9, 2024

પ્રભાસ અને પૂજા હેગડેની ફિલ્મ રાધે શ્યામનું ટીઝર ક્યારે રિલીઝ થશે જાણો ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

‘બાહુબલી’ સુપરસ્ટાર પ્રભાસની દરેક ફિલ્મની આતુરતાથી તેના ચાહકો રાહ જોતા હોય છે. દક્ષિણ ભારતીય સુપરસ્ટાર આજકાલ તેની બે ફિલ્મ્સ ‘આદિપુરુષ’ અને ‘રાધે શ્યામ’ માટે ચર્ચામાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રાધે શ્યામના નિર્માતાઓએ પ્રભાસના ચાહકોને મોટી ભેટ આપી છે. નિર્માતાઓએ જાહેરાત કરી છે કે ‘રાધે શ્યામ’નું ટીઝર ક્યારે રજૂ થશે. ‘રાધે શ્યામ’ નું ટીઝર હવેથી બે દિવસ બાદ વેલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરીએ પ્રેક્ષકોને રજૂ કરવામાં આવશે. પ્રભાસે આજે તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું નવું પોસ્ટર બહાર પાડ્યું છે, જેમાં તે એક બિલ્ડિંગની સામે ચાલતો નજરે પડે છે. પ્રભાસની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટરમાં પ્રભાસ એકદમ શાનદાર લાગી રહ્યો છે. પોસ્ટર શેર કરતી વખતે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું હતું, ‘ મળીએ છીએ તમને બધાને વેલેન્ટાઇન ડે ના દિવસે’. તમને જણાવી દઈએ કે પ્રભાસ ‘રાધે શ્યામ’માં એક પ્રેમી છોકરાની ભૂમિકામાં જોવા મળશે, જે પૂજા હેગડે સાથે રોમાંસ કરતો જોવા મળશે. જણાવી દઈએ કે રાધે શ્યામ એ પિરિયડ રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ છે. તે બહુભાષીય ફિલ્મ હશે જે હિન્દી ઉપરાંત અંગ્રેજી અને તેલુગુમાં પણ રીલિઝ થશે.આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યું છે, જ્યારે તેના નિર્માતાઓમાં વામસી કૃષ્ણ રેડ્ડી, પ્રમોદ ઉપ્પલપતિ અને ભૂષણ કુમાર શામેલ છે. પ્રભાસની કારકિર્દીની આ 20 મી ફિલ્મ છે. તેથી જ તેને ભવ્ય સ્તરે બનાવવામાં આવી રહીયુ છે. હિન્દી સિનેમાની અભિનેત્રી ભાગ્યશ્રી પણ આ ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. સમાચારો અનુસાર આ જ વર્ષે આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે. પ્રભાસે થોડા દિવસો પહેલા એક પોસ્ટર બહાર પાડ્યું હતું, જેમાં સંકેત આપ્યો હતો કે આ વર્ષે આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર