પહેલી ફિલ્મ બરસાતથી લઈને વેબ સિરીઝ આશ્રમ દ્વારા લોક પ્રસિદ્ધ થનાર બોબી દેઓલની રસપ્રદ વાતો.

અભિનેતા બોબી દેઓલ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. 27 જાન્યુઆરીએ એટલે કે આજે તેઓ તેનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. બોબી દેઓલ ઘણા લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છે બાળ કલાકાર તરીકે તેમણે આ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. 1977 માં આવેલી ફિલ્મ ધરમ વીરમાં તેઓ જોવા મળ્યા હતા. જો કે, તેણે 1995 માં મુખ્ય નાયક તરીકેની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ટ્વિંકલ ખન્નાની સાથે ફિલ્મ બરસાતમાં કામ કર્યું હતું. આ ફિલ્મને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. આ માટે તેને એક એવોર્ડ પણ મળ્યો હતો. તે પછી તે સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ગુપ્તમાં દેખાયો હતો. આ ફિલ્મને પણ ઘણી વ્યાપારી સફળતા મળી. આ સિવાય બોબીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આમાંની કેટલીક ફિલ્મો હિટ ગઈ તો કેટલીક ફિલ્મો ફ્લોપ ગઈ હતી. બોબી દેઓલ એ તેના કુટુંબનો પહેલો અભિનેતા હતો જે સ્ક્રીન પર ડાન્સ પણ કરતો હતો. ફિલ્મ બરસાતમાં બોબીનો લુક ચાહકોને ખુબ જ ગમ્યો હતો. તેના લાંબા વાળ અને ચશ્મા તે સમયે ખૂબ જ લોકપ્રિય થયા હતા. જ્યારે બોબી દેઓલે લાંબા સમય પછી ફિલ્મ ‘પોસ્ટર બોયઝ’ થી વાપસી કરી હતી. ત્યારબાદ તેને આશા હતી કે આ ફિલ્મ પછી તેની કારકિર્દીમાં તેજી આવશે. આશ્ચર્યજનક વાત એ છે કે આ ફિલ્મની ઓફર તેમને સલમાન ખાને જ આપી હતી. સલમાને બોબીને ‘રેસ 3’ માટે સાઇન કર્યો હતો. રેસ અને રેસ 2 નું બજેટ આશરે 220 કરોડ હતું. બોબી માટે આટલા મોટા બજેટની ફિલ્મમાં કામ કરવું એ આશ્ચર્યજનક વાત છે. કહેવામાં આવે છે કે બોબી ઘણા લાંબા સમયથી આટલી મોટી ફિલ્મની રાહ જોતો હતો. ફિલ્મોના અભાવને કારણે તે પણ ડિપ્રેશનમાં જતોરહ્યો હતો. 2020 માં રિલીઝ થયેલી વેબ સિરીઝ બોબી માટે ફળદાયી સાબિત થઈ. આ વેબ સિરીઝમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ વેબ સિરીઝને સારો પ્રતિસાદ મળ્યો. આ વેબ સિરીઝ એમએક્સ પ્લેયર પર રજૂ કરવામાં આવી હતી. તેની બીજી સીઝન પણ રસપ્રદ રહી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img