Sunday, September 15, 2024

રાકેશ ટિકૈત સહિત 6 ખેડૂત નેતા પર કેસ, પોલીસે 200 ઉપદ્રવીની અટકાયત કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
પાછલા દિવસે થયેલી હિંસા માટે દિલ્હી પોલીસે ઘણા ખેડૂત નેતાઓ પર એફઆઈઆર પણ નોંધી છે. આમાં રાકેશ ટિકેત, Dr. દર્શન પાલ, જોગિન્દર સિંઘ, બૂટા સિંહ, બલબીરસિંહ રાજેવાલ અને રાજેન્દ્રસિંહના નામ શામેલ છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે ટ્રેક્ટર માર્ચ દરમિયાન આ નેતાઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરાયું હતું.આ બધા નેતાઓ ખેડૂત સંગઠનો સાથે સંકળાયેલા છે, સરકાર સાથે વાત કરે છે અથવા ટ્રેક્ટર પરેડનો માર્ગ નક્કી કરે છે, તે બધાએ આમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. દિલ્હી પોલીસ સાંજે ચાર વાગ્યે હિંસા અંગે પ્રેસ કોન્ફરન્સ કરશે.

1 ફેબ્રુઆરીએ યોજાનાર સંસદ માર્ચ ખેડૂત સંગઠનોએ રદ કરી, 26 જાન્યુઆરીએ થયેલી હિંસાના કારણે લેવાયો આ નિર્ણય.

બુધવારે યોજાયેલી મહત્વની બેઠકમાં યુનાઇટેડ કિસાન મોરચાએ નિર્ણય લીધો છે કે 1 ફેબ્રુઆરીએ સંસદની કૂચ નહીં કરવામાં આવે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને કૂચ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે જ સમયે, દિલ્હીમાં ખેડુતોની ટ્રેક્ટર પરેડ અંતર્ગત દુષ્કર્મ કરનારાઓ વિરુદ્ધ દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં ખેડૂત નેતાઓ બલજીતસિંહ રાજવાલ, દર્શન પાલ, યોગેન્દ્ર યાદવ અને ગૌતમસિંહ વગેરેનાં નામ એફઆઈઆરમાં નોંધાયા છે. પોલીસના જણાવ્યા મુજબ આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તે જ સમયે, જય કિસાન આંદોલન સાથે સંકળાયેલા સ્વરાજ ભારતના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ કહે છે કે લાલ કિલ્લા પર તિરંગાનું મંગળવારે અપમાન કરવામાં આવ્યું છે.આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટના દેશના દરેક નાગરિકને શરમાવે તેવી છે. જે લોકો ત્રિરંગાનું અપમાન કરવા બદલ દોષી છે તેમના પર કડક કાર્યવાહી કરવી જોઈએ. યુનાઇટેડ કિસાન મોરચા પોતે જ આની માંગ કરે છે.

દિલ્હીની હિંસામાં પોલીસે 200 ઉપદ્રવીઓની અટકાયત કરી

કિસાન રેલીમાં હિંસા મુદ્દે 22 FIR નોંધવામાં આવી છે જેમાં પોલીસે 200 ઉપદ્રવીઓની અટકાયત કરી છે જેમની ઉપર જીવલેણ હુમલા અને લૂંટની કલમમાં કેસ નોંધાયા છે જેની વધુ તપાસ ક્રાઈમ બ્રાંચ કરશેતોફાનીઓની ઓળખ માટે પોલીસ CCTV ફૂટેજ તપાસી રહી છે. પોલીસનો દાવો છે કે મંગળવારની હિંસામાં 300 જવાનો ઘાયલ થયા છે. એક એડિશનલ DCP પર તલવારથી હુમલો કરવામાં આવ્યો.હિંસા અને તોડફોડની ઘટનાઓ અંગે અત્યાર સુધીમાં 22 FIR નોંધાઈ ચૂકી છે. દિલ્હી પોલીસે કહ્યું કે લૂંટ અને જીવલેણ હુમલાની કલમો અંતર્ગત કેસ નોંધાયા છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં 200 ઉપદ્રવીઓની અટકાયત પણ કરી લીધી છે. આ મામલે હવે દિલ્હી ક્રાઈમ બ્રાંચ તપાસ કરશે.

પોલિસએ આ કલમોનો સહારો લીધો.

કલમ 395 (લૂંટ)

397 (લૂંટ અને જીવલેણ હુમલાનો પ્રયત્ન)

120 બી (ગુનાહિત કાવતરું)

ગઈકાલ થયેલી ખેડૂતોની હિંસાના સંદર્ભે દિલ્હી પોલીસ કાર્યવાહીમાં લાગી ગઈ છે. હિસંક આરોપી વિરુદ્ધ સતત અનેક એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને આ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આ હિંસામાં 300 થી વધુ પોલીસ જવાન ઘાયલ થયા છે. દિલ્હી પોલીસ હિંસાના કાવતરા અંગે પણ કેસ નોંધશે. હિંસા સંબંધિત કેસોની તપાસ ક્રાઇમ ઈન્વેસ્ટિગેશન સ્પેશિયલ સેલને સોંપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિની બેઠક દિલ્હીમાં ખેડૂત આંદોલનની હિંસાના તાંડવ બાદ રદ કરવામાં આવી છે. હવે સમિતિની બેઠક 29 જાન્યુઆરીએ યોજાશે, જેમાં સમિતિ ખેડૂત સંગઠનો દ્વારા કૃષિ કાયદા અંગે ચર્ચા કરશે. દિલ્હીમાં થયેલી હિંસાના મામલે પોલીસે અત્યાર સુધીમાં 22 એફઆઈઆર નોંધી છે, જ્યારે 300 જેટલા પોલીસ જવાન ઘાયલ થયા છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજ દ્વારા હિંસા કરનાર આરોપીને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. બુધવારે સિંઘુ સરહદની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

બસપાના વડા માયાવતીએ ટ્વિટ કરીને દિલ્હીમાં થયેલી હિંસાની નિંદા કરી છે. માયાવતીએ લખ્યું હતું કે,” દેશની રાજધાનીમાં ગઈકાલે પ્રજાસત્તાક દિનના રોજ ખેડુતોની ટ્રેક્ટર રેલી દરમિયાન જે કંઇ બન્યું તે બનવું જોઇતું ન હતું. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને કેન્દ્ર સરકારે પણ તેને ખૂબ ગંભીરતાથી લેવું જોઈએ.” તેમજ બી.એસ.પી ની. કેન્દ્ર સરકારને અપીલ છે કે તાત્કાલિક ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચી લેવા અને ખેડૂતોના લાંબા સમયથી ચાલતા આંદોલનનો અંત લાવે જેથી ફરીથી આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

ઉલ્લેખનીય છે કે આજે પણ દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. લાલ કીલાથી ઇન્ડિયા ગેટ, આઈટીઓ અને અન્ય ઘણા વિસ્તારોમાં વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધ પછીની સાવચેતી રૂપે, બુધવારે, દિલ્હીના અનેક વિસ્તારોમાં સુરક્ષા માટે પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને મેટ્રો સ્ટેશન પર પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. નેશનલ હાઇવે 9 અને 24 બંધ કરાયા અને દિલ્હી પોલીસે વૈકલ્પિક માર્ગો સૂચવ્યાં. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલ બુધવારે સવારે લાલ કિલ્લા પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર