Sunday, December 8, 2024

IPL 2021 Player Auction : ક્રિસ મોરિસ આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી બન્યો, જાણો કેટલી કિંમતમાં રાજસ્થાનની ટીમે ખરીદ્યો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન માટે ખેલાડીની હરાજી ચેન્નઇમાં આઇપીએલ 2021 ની હરાજી ચાલી રહી છે. આ વખતે, ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા હરાજી માટે 292 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ હરાજી પહેલા ઇંગ્લેન્ડના ઝડપી બોલર માર્ક વુડે તેનું નામ પાછું ખેંચી લીધું હતું. આવી સ્થિતિમાં, ફક્ત 291 ખેલાડીઓ પર બોલી લગાવી શકાશે.આઇપીએલની 2021 ની હરાજીમાં સૌથી પહેલા 50 લાખની બેઝ પ્રાઈસ સાથે ભારતીય બેટ્સમેન કરૂણ નાયર સાથે થઈ હતી. ટેસ્ટમાં ટ્રિપલ સદી ફટકારનારા આ ખેલાડી માટે કોઈ ટીમે બોલી લગાવી નથી. આ પછી, ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન એલેક્સ હેલ્સને પણ કોઈ ટીમને ખરીદવામાં રસ નહોતો. જેસન રોયે પણ પહેલી વાર અનસોલ્ડ રહ્યો.પહેલા રાઉન્ડમાં જો એરોન ફિંચ પણ અનસોલ્ડ રહ્યો, કોઈ પણ ટીમને હનુમા વિહારીમાં રસ નહોતો. કોઈ ટીમે કેદાર જાધવને પણ ખરીદવામાં રસ દાખવ્યો ન હતો.

મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની ટીમે ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ સાથે બોલી આગળ વધારી. બે કરોડની બેઝ પ્રાઈસ ધરાવતા ક્રિસને આખરે રાજસ્થાન રોયલ્સની ટીમમાં 16.25 કરોડની બોલી સાથે શામેલ કર્યો હતો. તે આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘા વેચનારા ખેલાડી બની ગયો છે. અગાઉ યુવરાજસિંહ પર16 કરોડની બોલી લગાવી હતી. 50 લાખના બેઝ પ્રાઈસ સાથે હરાજીમાં ઉતરનારા ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબેને 4.40 કરોડની બોલી સાથે રાજસ્થાન રોયલ્સની ટીમમાં સામેલ કર્યો હતો.ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીને 7 કરોડના બોલી સાથે ટીમમાં સામેલ કર્યો હતો. પંજાબની ટીમે પણ તેમને ખરીદવામાં રસ દાખવ્યો, પરંતુ અંતે શરત ચેન્નઈએ જીતી લીધી. બે કરોડની બેઝ પ્રાઈસ સાથે કોલકાતાની ટીમે ઓસ્ટ્રેલિયાથી આ પ્રખર ઓલરાઉન્ડરની બોલી શરૂ કરી હતી, ત્યારબાદ રાજસ્થાનની ટીમ આગળ વધી ગઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પણ મેક્સવેલમાં રસ દાખવ્યો હતો અને બોલી વધારીને 4.40 કરોડ કરી હતી. ત્યારબાદ ચેન્નાઇની ટીમે તેમની બોલી શરૂ કરી અને ત્યારબાદ આરસીબી વચ્ચે બોલી વધતી ગઈ અને અંતે બેંગલોરની ટીમે 14.25 કરોડમાં બિડ જીતીને મેક્સવેલને તેમની ટીમમાં ઉમેર્યો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર