Friday, April 19, 2024

IPL 2021: RCB નો સામનો MI સાથે થશે, જાણો આંકડાઓ પરથી કોણ કોની ઉપર ભારે પડી રહ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની પ્રથમ મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ટિમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરુનો મુકાબલો ચેન્નઈમાં ચેમ્પિયન ટિમ મુંબઈ ઈન્ડિયન્સ સાથે થશે. રોહિતની ટીમનું પલળું ભારે દેખાઈ રહ્યું છે. તે પાંચ વખત આ ટાઇટલને પોતાના નામે કરી ચૂકી છે. છેલ્લા બે વર્ષથી તે આ ટુર્નામેન્ટને સતત પોતાના નામે કરી રહી છે. આ સાથે જ, વિરાટ કોહલીની અધ્યક્ષતાવાળી બેંગલોરની ટીમ હજી સુધી એક પણ આઈપીએલનું ટાઇટલ પોતાના નામે નથી કરી શકી. ચાલો આપણે જાણીએ કે બંને ટીમોએ કેવી રીતે એક બીજા સામે પ્રદર્શન કર્યું છે.

મુંબઈ અને બેંગલોરની ટીમ અત્યાર સુધી 29 વખત એકબીજાનો સામનો કરી ચૂક્યા છે. તેમાંથી મુંબઈએ 19 અને બેંગલોરએ 10 મેચ જીતી છે. આઈપીએલમાં બંને વચ્ચે ચેમ્પિયન્સ લીગમાં 27 અને બે મેચ રમવામાં આવી હતી. ચેમ્પિયન્સ લીગમાં મુંબઈએ બંને વખત જીત મેળવી છે. છેલ્લા પાંચ મેચની વાત કરીએ તો મુંબઈનું પલળું ભારે દેખાઈ રહ્યું છે. ગયા વર્ષે આઈપીએલમાં બંને ટીમો બે વખત સામ સામે હતી. બંનેએ એક-એક મેચ જીતી હતી.

બેંગલુરુ અને મુંબઇ વચ્ચે ચેન્નઇમાં ત્રીજી વખત મુકાબલો.

મુંબઈ અને બેંગલોર ત્રીજી વખત ચેન્નઇમાં ટકરાશે. અગાઉ રમવામાં આવેલી બંને મેચોમાં બંને ટીમોએ એક-એક જીત મેળવી હતી.તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ મુંબઈ માટે અત્યાર સુધીમાં 116 મેચની કપ્તાની સંભાળી છે. 68 માં જીત મેળવી અને 44 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચાર મેચ ટાઈ થઇ હતી. હવે તેની નજર ટાઇટલ મેળવવાની હેટ્રિક પર રહેશે. ટીમે અત્યાર સુધી પાંચ વખત આઈપીએલનું ટાઇટલ જીત્યું છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 125 મેચોમાં આરસીબીની કેપ્ટનશીપ કરી છે. તેમાંથી 55 મેચમાં જીત મેળવી છે અને 63 મેચમાં હારનો સામનો કર્યો હતો. ત્રણ મેચ ટાઈ રહી હતી અને ચાર મેચ અનિર્ણિત રહી હતી. ટીમની નજર પ્રથમ ટાઇટલ મેળવવા પર રહેશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર