Sunday, September 15, 2024

અનુપમા સિરિયલના કલાકારોને એક એપિસોડના આટલા રૂપિયા મળે છે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટીવી શો ‘અનુપમા’ એ ખૂબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. રાજન શાહના આ શોમાં બતાવવામાં આવ્યું છે કે સ્ત્રી કેવી રીતે તેના દૈનિક જીવનમાં સંઘર્ષ કરે છે. ઘરેલુ સ્ત્રી વિશે વાત કરવાથી લઈને આ શો ઘરની બહારની મહિલાઓ માટેના પડકારો વિશેની પણ વાત કરે છે. આ સીરીયલ ખૂબ જ ઓછા સમયમાં ઘણા લોકોમાં પ્રખ્યાત થઈ છે. આ શોમાં રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, અલ્પના બુચ, અરવિંદ વૈદ્ય, પારસ કલનાવત, આશિષ મેહરોત્રા, મુસ્કન બામની, શેખર ખુક્લા, નિધિ શાહ અને તસ્નીમ શેખ મુખ્ય પાત્રમાં જોવા મળે છે. દરેકની પાસે તેમની પોતાની ફેન ફોલોઇંગ છે. ધીરે ધીરે, બધા પ્રેક્ષકોમાં પોતાની એક અલગ ઓળખ બનાવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ શોના બધા કલાકારો એપિસોડ દીઠ ભારે ભરખમ રકમ લે છે?

 

શરૂઆત કરીએ રૂપાલી ગાંગુલીથી,તે અનુપમા સિરિયલની લીડ એક્ટ્રેસ છે અને તે પ્રતિ એપિસોડ દીઠ 60 હજાર રૂપિયા ચાર્જ કરે છે. તે શોની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ છે.

મદાલસા શર્મા પણ આ શોનો એક હિસ્સો છે. આ શોમાં તે કાવ્યાની ભૂમિકા નિભાવે છે.તે પ્રતિ એપિસોડ 30 રૂપિયા ચાર્જ કરે છે.

આ પછી સુધાંશુ પાંડે જે શોમાં વનરાજની ભૂમિકા ભજવે છે,તે પ્રત્યેક એપિસોડ દીઠ આશરે 50 હજાર જેટલો ચાર્જ લે છે. તે શોનો બીજા નંબરનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે.

આ સિવાય શોમાં પારસ કલનાવત સમર વનરાજ શાહની ભૂમિકા નિભાવી રહ્યો છે.તે પ્રત્યેક એપિસોડ દીઠ 35 હજાર રૂપિયા લે છે.

મુસ્કાન બામનીનો પગાર પણ ખૂબ વધારે છે. તે એપિસોડ દીઠ 27 હજાર રૂપિયા લે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર