બોલિવૂડની મોહક અભિનેત્રી કિયારા અડવાણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત સ્ટાર્સમાની એક સ્ટાર છે. ‘કબીર સિંઘ’, ‘ગુડ ન્યૂઝ’ અને ‘લક્ષ્મી’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકેલી કિયારા આજકાલ તેની પ્રોફેશનલ લાઇફની સાથે તેના અંગત જીવનને લઈને પણ હેડલાઇન્સ બનાવી રહી છે. બીજી બાજુ, કિયારાના ચાહકો તેની લવ લાઈફ વિશે જાણવા માટે હંમેશા ઉત્સાહિત રહે છે. કિયારા અડવાણી તાજેતરમાં ફિલ્મફેરનાં મેગેઝિન કવર પર દેખાઇ હતી. આ દરમિયાન, તેને એક ખુલાસો કર્યો હતો. કિયારાને પૂછવામાં આવ્યું કે તે છેલ્લે ક્યારે ડેટ પર ગઈ હતી ? આ સવાલના જવાબમાં કિયારાએ કહ્યું, ‘છેલ્લી વખત હું ડેટ પર ગઈ હતી… હું તેની સાથે આ વર્ષે થોડા સમય માટે ગઈ હતી અને આ વર્ષે માત્ર બે મહિના જ ….તો હવે તમે તમારું ગણિત કરી શકો છો.’ આ સિવાય જ્યારે કિયારાને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે જો તેનો બોયફ્રેન્ડ તેની સાથે છેતરપિંડી કરશે તો તે શું કરશે ? તેના જવાબમાં કિયારાએ કહ્યું, “હું તેને બ્લોક કરીશ અને ક્યારેય પાછળ નહિ જોવ, હું ક્યારેય માફ નહીં કરું અને હું પાછી પણ નહીં જઉં.” ઉલ્લેખનીય છે કે, કિયારા અડવાણીએ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ લીધા વિના જણાવી દીધું કે તે તેને ડેટ કરી રહી છે. તે ઘણીવાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળે છે. બંને ઘણીવાર સાથે વેકેશન પર જાય છે અને ડિનર ડેટ કરતા પણ જોવા મળે છે.અને બંને હંમેશાં એકબીજાને સારા મિત્ર ગણાવે છે. આ સાથે જ આ બંનેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ છે. જો કે, બંનેએ ક્યારેય એક બીજાને ડેટ કરવા અંગે ખુલ્લેઆમ વાત કરી નથી.
કિયારા અડવાણીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે આદિત્ય શીલ સાથે ફિલ્મ ‘ઈન્દુ કી જવાની’ માં જોવા મળી હતી. આ સાથે જ તે ટૂંક સમયમાં ફિલ્મ ‘શેર શાહ’ માં સિદ્ધાર્થનીસાથે પણ જોવા મળશે. આ સિવાય કિયારા આજકાલ ફિલ્મ ‘જુગ જુગ જિયો’ નું શૂટિંગ પણ કરી રહી છે. આ ફિલ્મમાં તે વરુણ ધવનની સાથે જોવા મળશે. આ ફિલ્મમાં કિયારા અને વરૂણ ઉપરાંત અભિનેતા અનિલ કપૂર અને નીતુ કપૂર પણ છે.