Tuesday, February 27, 2024

દંગલ ગર્લ ગીતા અને બબીતા ફોગાટની બહેન રિતિકાએ કરી આત્મહત્યા, શું આ હતું તેનું કારણ ? જાણો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

દાદરી જિલ્લાના બલાલી ગામમાં દ્રોણાચાર્ય એવોર્ડ કુસ્તીબાજ મહાવીર ફોગટ દ્વારા સંચાલિત રેસલિંગ એકેડમીમાં તાલીમ લેનાર 17 વર્ષીય કુસ્તીબાજે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મહિલા પહેલવાન રીતિકા દંગલ ગર્લ ગીતા અને બબીતા ​​ફોગટની મામાની દીકરી બહેન હતી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ખબરો મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે રિતિકા ભરતપુરમાં રેસલિંગની ફાઈનલ હારી ગઈ હતી. આ જ વાતનો આઘાત લાગ્યા પછી તેણે આ પગલું ભર્યું છે. પોલીસે દાદરીની સરકારી હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું અને સંબંધીઓને સોંપ્યું હતું. રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના જેતપુર ગામની રહેવાસી રીતિકા છેલ્લા પાંચ વર્ષથી તેના ફુવા મહાવીર ફોગટ દ્વારા સંચાલિત એકેડમીમાં તાલીમ લઈ રહી હતી. તેમણે 12 થી 14 માર્ચ દરમિયાન રાજસ્થાનના ભરતપુરમાં આયોજિત રાજ્ય કક્ષાની સબ-જુનિયર રેસલિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. તે ત્યાંની અંતિમ મેચમાં હારી ગઈ હતી. જેના કારણે તે આઘાતમાંચાલી ગઈ હતી. આ કારણે રિતિકાએ 15 માર્ચની મોડી રાત્રે ગામ બલાલીમાં મહાવીર ફોગટના ઘરે રૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સંબંધીઓના નિવેદનના આધારે પોલીસે કાર્યવાહી કરતાં દાદરીની સરકારી હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. મૃતકના અંતિમ સંસ્કાર મંગળવારે રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના તેમના વતન ગામ જેતપુરમાં કરવામાં આવ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર