Saturday, July 27, 2024

કિસાન આંદોલન: જાણો ક્યાં કારણોથી ફરી પંજાબના ખેડુતો ટ્રેક્ટર ટ્રોલી દ્વારા દિલ્હી આવી રહ્યા છે ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કૃષિ કાયદાના વિરોધમાં કુંડલી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનમાં પંજાબ અને અન્ય સ્થળોએથી લોકો ફરી એકવાર આવવા લાગ્યા છે. બહારથી આવતા લોકો અને આંદોલનકારીઓની ભીડમાં જોડાયેલા લોકોની હાજરીને કારણે અહીં પણ કોરોનાનો ભય વધ્યો છે. વધતી ભીડ, લોકોની અવર જવર અને કોરોનાથી રક્ષણના કોઈપણ નિયમોનું પાલન ન કરવાને કારણે, આંદોલન સ્થળે સંક્ર્મણનું જોખમ ઝડપથી ફેલાય છે. ઘઉંની લણણી કર્યા પછી, આંદોલનકારીઓ ફરી એક વખત સરહદ પર એકત્ર થવા લાગ્યા છે. આંદોલનના સ્થળે પહેલેથી જ પાંચ-સાત હજારની ભીડ છે અને હવે ફરી એકવાર પંજાબમાંથી મોટી સંખ્યામાં આંદોલનકારીઓ ટ્રેકટર દ્વારા અહીં પહોંચવા લાગ્યા છે. એક દિવસ પહેલા, પંજાબથી આશરે ત્રણથી ચાર ડઝન ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા આંદોલનકારીઓ કુંડલીની સીમમાં પહોંચ્યા હતા. આ રીતે,આંદોલનના સ્થળે વધતી ભીડને કારણે આસપાસના ગ્રામજનો પણ ચોંકી ઉઠ્યા છે અને તેઓ કોરોનાથી ડરે છે. કુંડલી અને નજીકના ગ્રામજનો કહે છે કે જ્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે ત્યાં સુધી ભીડ આવતી રહેશે. તેથી, સરકારે તેમને અહીંથી કોઈપણ રીતે હટાવવી જોઈએ. કારણ કે આ આંદોલનકારીઓ કોવિડ ટેસ્ટ કરાવી રહ્યા નથી અને જીટી રોડ પણ ખાલી કરી રહ્યા નથી. કોવિડ -19ની બીજી લહેર બેકાબૂ બની રહી છે. જિલ્લામાં દરરોજ 700-800 લોકો સંક્રમિત નોંધાઈ રહ્યા છે અને વિવિધ ગામોમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, થોડીક બેદરકારી ભારે પડી શકે તેમ છે અને કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરવાની જગ્યા પર સંપૂર્ણ બેદરકારી દેખાઈ રહી છે. સંયુક્ત મોરચાના સભ્ય મનજીતસિંહ રાયે સ્પષ્ટ કહ્યું છે કે મોરચા કોઈપણ આંદોલનકારીઓની કોરોના તપાસની મંજૂરી પ્રસાશનને આપશે નહીં. કારણ કે પ્રસાશન સરકારના કહેવા પર તેમને હટાવવાની વાત કહે છે. કુંડલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના વડા સુભાષ ગુપ્તા કહે છે કે આ રોગચાળાને ધ્યાનમાં રાખીને હવે આંદોલન અંગે વિચાર કરવો યોગ્ય નથી. ગામોમાં પણ કોરોના સંક્ર્મણ ફેલાયુ છે. આને કારણે, આંદોલનને હાલ માટે મુલતવી રાખવું જોઈએ. આ રોગચાળાને પહોંચી વળવા દરેક વ્યક્તિએ હાથ મિલાવવા જોઈએ. કારણ કે જો જીવન બચી જશે તો આંદોલન ફરીથી ચાલુ રહેશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર