Thursday, November 7, 2024

BB: સોનાલી ફોગાટની ધમકીઓથી સલમાન થયો ગુસ્સે, કહ્યું, ‘શું કરી લેશો તમે’ ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બિગ બોસ સીઝન 14માં, સ્પર્ધકો માટે ખુલ્લેઆમ ધમકી આપવી તે સામાન્ય બની ગયું છે. પહેલા જે કામ કવિતા કૌશિક કરી રહી હતી હવે તે કામ સોનાલી ફોગાટ કરી રહી છે. રુબીના સાથેની લડાઈ દરમિયાન સોનાલી ફોગાટે ઘણી વાર કહ્યું કે તેના માણસો બહાર જોશે. સોનાલીની ધમકીઓ નિક્કી તંબોલી સાથે ચાલુ રહી. આને કારણે બિગબોસના ઘરમાં ઘણો હંગામો પણ થયો હતો. અને હવે સલમાન ખાને વિકેન્ડના વાર પર આ મુદ્દો ઉઠાવ્યો. અને સલમાને સોનાલીને આડે હાથ લીધી અને તેમણે ચેતવણી આપી કે તે કોઈને પણ કોઈપણ રીતે આવી ધમકી ન આપી શકે.હાલ ‘ વિકેન્ડ કા વાર’ નો પ્રોમો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે પ્રોમોમાં સલમાન ખાન સોનાલી ફોગાટથી ઘણો નારાજ જોવા મળી રહ્યો છે. અને તેઓ તેને સતત પૂછતા રહે છે, કે તે શું કરી લેશે ? જ્યારે નીક્કી તંબોલીએ સલમાન ખાનને કહ્યું કે સોનાલીએ ઘણા સભ્યોને ધમકી આપી છે, આ અંગે સલમાને કહ્યું કે,’ આજે તમે મને કહો, તમે શું કરશો, તમે શું કરી શકો’? સોનાલીએ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા અને તે આવું બોલી જ નથી તેમ કહી રહી હતી તેણે સલમાનને ફૂટેજ જોઈને હકીકત જાણવા કહ્યું આ સાંભણીને સોનાલીની આ રીતથી ફરી સલમાનને ગુસ્સે આવ્યો હતો. સલમાને સ્પષ્ટ કહ્યું કે સોનાલીએ ખુલ્લેઆમ ધમકી આપી છે અને તે માને છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. સલમાને તો એમ પણ કહ્યું કે સોનાલીની પુત્રી પણ આ શો જોઈ રહી છે, તેથી આ બધું કરવું તે યોગ્ય નથી તે આ જોઈને શું શિખસે. પ્રોમોમાં સલમાન ખાન પણ પહેલીવાર રુબીનાને ટેકો આપતો જોવા મળ્યો હતો. તેણે એક તરફ સોનાલી સાથેની લડતમાં તેનો ટેકો આપ્યો, પરંતુ બીજી તરફ અભિનવ પર નારાજ થતો જોવા મળ્યો કારણકે તેણે મુશ્કેલ સ્તિથિમાં રૂબીના સાથે ઊભો ન રહ્યો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર