Wednesday, April 17, 2024

જાણો ક્યાં કારણે BCCIએ બે ટીમોની ઘોષણા કરવી પડશે, એક રમશે WTC ની ફાઇનલ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

આ વર્ષે એશિયા કપ જૂન-જુલાઈમાં યોજાનાર છે, પરંતુ ભારતીય ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, એશિયા કપ રદ કરી શકાય તેવું અનુમાન છે. જો આ વર્ષે એશિયા કપ રદ કરવામાં નહીં આવે તો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈને આ ટૂર્નામેન્ટ માટે બીજી ટીમ મોકલવાની રહેશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે એસીસીના પ્રમુખ, હાલમાં જય શાહ છે. હકીકતમાં, 18 જૂનથી શરૂ થનારી ન્યુઝીલેન્ડ સામેની આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે, ટીમ ઈન્ડિયાને જૂનના પહેલા અઠવાડિયામાં ઇંગ્લેન્ડ માટે રવાના થવું પડશે, જ્યાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાવાની છે. ભારતીય ખેલાડીઓ આઈપીએલ 2021 ના ​​સમાપન પછી જ યુકે જવા રવાના થશે, કારણ કે ભારતીય ખેલાડીઓએ ઇંગ્લેન્ડમાં 14 દિવસ કડક ક્વોરીન્ટાઇન પ્રકિયાથી પસાર થવું પડશે. કોરોના વાયરસને કારણે, આઇસીસી અને ઇસીબી એક બાયો સિક્યોર બબલ બનાવશે, જ્યાં ભારત અને ન્યુઝીલેન્ડને 14 – 14 દિવસની સખત ક્વોરીન્ટાઇન પ્રકિયાથી પસાર થવું પડશે. આવી સ્થિતિમાં,ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ સમક્ષ એક મોટી સમસ્યા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) એ જૂનનાં અંતમાં એશિયા કપ યોજવાનું મન બનાવી લીધું છે.તેમાં, વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી,રીષભ પંતનું નામ સામેલ છે. પરંતુ આ ભારતીય ટીમના મુખ્ય ખેલાડીઓ એશિયા કપ માટે ઉપલબ્ધ રહેશે નહીં, કારણ કે તે સમયે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે અને ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે ભારતની સિરીઝ પણ યોજાવાની છે. જોકે આ સ્થિતિનો તોડ ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે છે, પરંતુ શ્રીલંકામાં ટી -20 ફોર્મેટમાં રમાયેલા એશિયા કપ માટે, બીસીસીઆઈને તેમના બીજા વર્ગની ટીમ મોકલવી પડશે, જેમાં મોટા ખેલાડીઓ નજરે નહિ પડે. જો કે, આઈપીએલ 2021 ના ​​પ્રદર્શનના આધારે આવી બીજી ટીમ બનાવવામાં આવી શકે છે, જે એશિયા કપમાં રમી શકે છે. તેની સાથે જોડાયેલા સૂત્રોએ પણ પુષ્ટિ કરી છે કે ભારત પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર