Monday, October 7, 2024

સુપ્રીમ કોર્ટનો ખેડૂત આંદોલન અંગે મોટો નિર્ણય, ત્રણેય કૃષિ કાયદા પર પ્રતિબંધ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સુપ્રીમ કોર્ટના વચગાળાના નિર્ણયથી કેન્દ્ર સરકારને મોટો ફટકો પડ્યો છે. તેના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર રોક લગાવી છે અને ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા લાવેલા ત્રણ કૃષિ કાયદાના અમલીકરણ પર સ્ટે મુક્યો છે અને સમિતિની રચના કરી. સરકાર અને ખેડુતો વચ્ચે કાયદા અંગે ચાલી રહેલા વિવાદને સમજવા 4 સભ્યની કમિટી બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓનો લાંબા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. હજારો ખેડૂત દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે, ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. મંગળવારની સુનાવણીમાં, સમિતિનો ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સમિતિ સમક્ષ હાજર ન થવા જણાવ્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતાં કહ્યું હતું કે, જો આ મામલાનો ઉકેલ લાવવો હોય તો તેને સમિતિ સમક્ષ હાજર થવું પડશે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિમાં ભારતીય ખેડૂત સંઘના ભૂપેન્દ્રસિંહ માન, ડો.પ્રમોદકુમાર જોશી, અશોક ગુલાટી (કૃષિ નિષ્ણાત) અને અનિલ ઘનવંત સહિત કુલ ચાર લોકોનો સમાવેશ કરવામાં આવશે. આ સમિતિ પોતાનો અહેવાલ સીધો સુપ્રીમ કોર્ટને શોપશે, સમિતિનો અહેવાલ આવે ત્યાં સુધી કૃષિ કાયદાઓનો અમલ ચાલુ રહેશે. આવી સ્થિતિમાં જો કોઈ મુદ્દો હોય તો તે સમિતિ સમક્ષ ઉઠાવવામાં આવશે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કહ્યું કે સમિતિ મધ્યસતા તરીકે કામ નહીં કરે, પરંતુ નિર્ણાયકની ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દિવસની સુનાવણીમાં કેન્દ્ર સરકારે કૃષિ કાયદાના અમલને રોકવા માટે કોર્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો. સાથે જ કેન્દ્રએ કહ્યું હતું કે સરકાર-ખેડૂતો સાથે વાટાઘાટો કરી રહી છે. જો કે કોર્ટે સ્પષ્ટ કહ્યુંહતું કે લાંબા સમયથી કોઈ પરિણામ આવ્યું નથી, સરકારનું વલણ ઠીક નથી. કૃષિ કાયદાની મુશ્કેલીઓને પહોંચી વળવા સરકાર અને ખેડૂત સંગઠનોએ અનેક રાઉન્ડ બેઠક યોજી હતી, પરંતુ સમજૂતી થઈ શકી નથી. ખેડુતો ત્રણેય કાયદા પાછા ખેંચવાની માંગ પર અડગ હતા, પરંતુ સરકારે કેટલાક વિષયોમાં સુધારો કરવા સંમતિ આપી હતી. અને હવે ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવી ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો છે. ખેડૂતો સાથે વાતચીત માટે 4 સભ્યની કમિટી બનાવવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર