Saturday, April 27, 2024

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થયા પહેલા ટીમ ઇન્ડિયાને બ્રિટિશ સરકાર તરફથી આ સારા સમાચાર મળ્યા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ઈંગ્લેન્ડ જતા પહેલા ટીમ ઇન્ડિયા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ત્રણ મહિનાના લાંબા આ પ્રવાસને કારણે ખેલાડીઓ અને પેરામેડિક્સના પરિવારોને તેમની સાથે મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને યુકે સરકારે મંજૂરી આપી દીધી છે. આ પરિવાર મુંબઈમાં ખેલાડીઓ સાથે પહેલાથી જ ક્વોરેન્ટાઇનમાં હતો પરંતુ વિઝાને મંજૂરી આપવામાં આવી ન હતી. આ માટે બોર્ડ સતત ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ની મદદથી યુકે સરકાર પાસેથી મંજૂરી મેળવવાના પ્રયાસો કરી રહ્યું હતું.

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં ટીમ મેનેજમેન્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના રોગચાળાની હાલની પરિસ્થિતિમાં આટલા લાંબા પ્રવાસમાં ખેલાડીઓ અને પેરામેડિક્સ સાથે પરિવારો માટે પરવાનગી મેળવવા માટે બીસીસીઆઇએ સખત મહેનત કરી હતી. સૂત્રએ કહ્યું કે, “અમે કેટલીક વાર બાબતોને હળવાશથી લઈએ છીએ, પરંતુ ટીમ તેનાથી માત્ર ખુશ જ નથી, તે બીસીસીઆઈની આભારી પણ છે, જેણે ટીમ સાથે પરિવારની મુસાફરી માટે સખત મહેનત કરી હતી. આપણે બધા જાણીએ છીએ કે, આ મુશ્કેલ સમય છે અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, તે મહત્વપૂર્ણ છે કે આટલા લાંબા પ્રવાસમાં સામેલ તમામ લોકોના માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે. ‘ સૂત્રએ ઉમેર્યું હતું કે, ‘અગાઉની જેમ ખેલાડીઓ મેદાન પર એક દિવસનો સમય વિતાવ્યા બાદ સાંજે બહાર જઈ શકતા નથી. આવી સ્થિતિમાં પરિવાર ખેલાડીઓ સાથે હાજર હોય તે ખૂબ જ જરૂરી છે. બીસીસીઆઈ હંમેશાં ખેલાડીઓનું હિત ઇચ્છતું હતું અને આ વખતે પણ બોર્ડ ઇસીબીની મદદથી યુકે સરકાર પાસેથી જરૂરી મંજૂરી મેળવવા માટે અડગ ઊભું રહ્યું હતું. જણાવી દઈએ કે, ટીમ 3 જૂને ઈંગ્લેન્ડ પહોંચશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC )ની ફાઈનલ 18થી 22 જૂન દરમિયાન સાઉથેમ્પ્ટનમાં રમાશે. ત્યારબાદ ટીમ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર