Saturday, December 10, 2022

અમેરિકામાં 30 મોટેલનો માલિક છે ગુજરાતના આ નાનકડાં ગામનો પટેલિયો, કહેવાય છે ‘મોટેલ કિંગ’ જાણો તેની આ ગાથા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_img

કરોડો –અબજો રૂપિયા કમાતાં ઘણા પટેલ અગ્રણીઓને તમે ઓળખતાં જ હશો પરંતુ શું તમે કોઈ એવાં પાટીદાર અગ્રણીને ઓળખો છો જેની પાસે કરોડ-અબજો રૂપિયા હોય અને સાથે જ સરસ્વતી હોય. જી હા… સરસ્વતી એટલે સાચી દિશામાં ચાલતી બુદ્ધિની જ વાત થઈ રહી છે. સાદીભાષામાં કહીએ તો જેને કોઈનું કરી ના નાખ્યું હોય અને સાચી દિશાની શુદ્ધ લક્ષ્મી કમાઈ હોય. દિવો લઈ ગોતવા નીકળશો તો માંડ-માંડ અમુક લોકો મળશે. એવા જ એક ઉદાહરણ રૂપ વ્યક્તિની વાત કરી રહયા છીએ. જેના પર મા લક્ષ્મી કરતાંય વધુ મા સરસ્વતીની કૃપા હોય. નામ છે સી કે પટેલ ( ચંદુભાઈ કેશવલાલ પટેલ). સી કે પટેલનું નામ આવે એટલે સીધુ મગજમાં અમેરિકા યાદ આવે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે 40થી વધુ વર્ષો અમેરિકામાં રહેતાં સી કે પટેલ પાસે અમેરિકાની નાગરિકતાં નથી. તેઓ હજુય ભારતીય નાગરિક છે. તમારા મનમાં પ્રશ્ન થશે કે જે વ્યક્તિ જગત જમાદાર ડ્રોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીનો સભ્ય રહ્યો હોય અને આંગળીએ ગણી ના શકાય એટલી અમેરિકન મોટેલ( હોટેલ)નો માલિક હોય તેની પાસે અમેરિકાની નાગરિકતાં કેમ નહીં. કારણ છે સી કે પટેલનો દેશ પ્રેમ અને પાટીદાર સમાજના મુળ સંસ્કાર. ગાંધીનગર જિલ્લાના નાનકડાં શાહપુર ગામના ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો હતો.અને કડી સર્વ વિશ્વવિધાલયમાં હાઈસ્કુલ સુધીનો અભ્યાસ.કર્યો હતો. હાઈસ્કુલ પુરી થતાં શાહપુર ગામના મુખી અને સી કે પટેલના મોટાબાપા અંબાલાલે કહ્યું ચંદુ તારે તો ખુબ ભણાવનું છે અને આગળ વધવાનું છે અને ચંદુલાલ પહોંચી ગયા અમદાવાદની એમજી સાયન્સ કોલેજમાં બીએસસી કરવા.
મોટાબાપામાંથી આવેલાં નેતૃત્વના ગુણ જાણે કોલેજમાં આવીને ચંદુલાલમાં ખીલ્યા હોય તેમ કોલેજમાં સમાજનું નેતૃત્વ કરવાની અને અસામાજિક તત્વોને ઠેકાણી પાડી દેવાની ધાક જમાવી બેઠા. ખુબ સારી રીતે કોલેજ પુર્ણ કરી.

સમાજની અને પરિવારની મદદથી 1974માં પ્લેનમાં બેસી અમેરિકા પહોંચ્યા. ચંદુલાલ માટે અમેરિકા નવું પણ ‘પથ્થરમાંથી પાટું મારી પાણી કાઢે એ પાટીદાર’ આ કહેવતને સાબિત કરવામાં કામે લાગી ગયા. અમેરિકા ગયા તા ભણવા અને સાથે શરૂ કરી દીધો ધંધો. પટેલના દિકરા મોરા ના પડે હો. ચંદુલાલનું હજુ તો એમબીએ પુરુ ના થાય ત્યાં જ ડેરીનો ધંધો શરૂ કર્યો. 365 દિવસ 24*7 કલાક મહેનત કરી બીજી ડેરી ઉભી કરી લીધી. એક-બે-ત્રણ-ચાર ડેરી અને પછી તો મોટેલ. (અર્થાત્ અમેરિકમાં હોટેલોને મોટેલ કહેવાય). ક્યાં શાહપુરના ખેતરો ખુદંતો ચંદુ અને ક્યાં અમેરિકાની મોટેલાના માલિક સી કે પટેલ. ચંદુથી સી કે પટેલની યાત્રામાં જો કોઈ વસ્તુનો મોટો રોલ હોય તો એ છે પાટીદાર સમાજના મુળ ખમીર-ખુદારી-ખુમારી-ખેલદિલીના સંસ્કાર.

સી કે પટેલ આજે પણ યુવાનો સાથે વાત કરતાં કહે છે કે,” પટેલ સમાજના સંસ્કારો હંમેશા મને કામ આવ્યા અને જો આ સંસ્કારોને આપણે સાચવીશું નહીં તો આપણે ખોવાઈ જશું.” જોત જોતામાં સી કે પટેલ બની ગયા એક-બે-ત્રણ કે ચાર નહીં નાની- મોટી 30 મોટેલના માલિક. જે સમયે અમેરિકામાં મોટેલના વેઈટર તરીકે નોકરી કરવામાં પણ આપણે ગર્વ અનુભવતા હતા એ સમયે મોટેલના માલિકની વાત તો આકાશમાં ઉડવા જેવી વાત હતી. પરંતુ ના એ સત્ય હતું અને આજે પણ છે કે આપણો એક પટેલીયો સી કે પટેલ અમેરિકની મોટેલોમાં રાજ કરે છે. આપણે એક ખેતરના શેઢાના પ્રશ્ન માટે પણ કોર્ટમાં જવાથી ડરીએ છીએ ત્યારે સી કે પટેલે અમેરિકન કોર્ટમાં ભારતીયોને મોટેલ બાંધવા દેવા માટે જગતની મહાસત્તા સમી સરકાર વિરૂદ્ધ કેસ કર્યો અને જીત્યા પણ. ત્યારબાદ સી કે પટેલ પહેલાં એવા ભારતીય બન્યા જેમણે હિલટન ગૃપની મોટેલ અમેરિકામાં બાધી હોય. અમેરિકન સરકાર સામે કેસ કરવો એ પાટીદારોના મુળભુત સાહસ અને નીડરતાના ગુણમાંનો એક ગુણ છે. જોત જોતામાં સી કે પટેલનો એવી તાકાત અમેરિકામાં ઉભી થઈ કે કોઈ પણ ભારતીય ઉદ્યોગપતિ હોય કે નેતા અમેરિકા ગયા હોય અને સી કે પટેલને મળ્યા ના હોય એવું બને જ નહીં. રતન તાતા હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય અમેરિકા જાય એટલે સી કે પટેલને મળવા પહોંચી જ જાય. સી કે પટેલના પત્ની ગીતાબહેન પણ એટલઉં જ ધર્મપ્રિય અને સામાજિક વ્યક્તિત્વ ધરાવે છે. સી કે પટેલની પ્રગતિ પાછળનું મુળ રહસ્ય પણ ગીતાબહેન જ છે. સંતાનમાં એક દિકરો સાગર છે. જે હાલ અમેરિકામાં પપ્પાએ ઉભી કરેલી મોટેલો સંભાળે છે અને દિકરી પાયલ પણ અમેરિકામાં સ્થાયી છે. સાથે જ સી કે પટેલના પરિવારના સૌથી મોટાભાઈ હોવાથી બંને નાના ભાઈ અને એક બહેનનો તમામ પરિવાર હાલ અમેરિકા સ્થાઈ છે. તમામ પરિવારજનો સી કે પટેલના ચીંધ્યા માર્ગે જ વધુને વધુ પ્રગતિ કરી રહ્યો છે.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર