Sunday, September 8, 2024

Tik Tok star સમીર ગાયકવાડે કરી આત્મહત્યા, પંખે લટકેલો મૃતદેહ મળ્યો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ફરી એકવાર અન્ય એક ટિક ટોક સ્ટારે આત્મહત્યા કરી છે. આ કેસ પૂણેના વાઘોલીનો છે. અહીં 22 વર્ષિય પ્રખ્યાત ટિક ટોક સ્ટાર સમીર ગાયકવાડે આત્મહત્યા કરી હતી. આ બનાવ રવિવારે સાંજે 5 વાગ્યે બન્યો હતો. સમીર ગાયકવાડનો મૃતદેહ વાઘોલીમાં તેના મકાનમાં પંખાથી લટકતો મળી આવ્યો હતો. સૂત્રો અનુસાર હાલમાં પોલીસે આત્મહત્યાનો કેસ નોંધ્યો છે. જોકે સમીર ગાયકવાડે આત્મહત્યા કેમ કરી તે પાછળનું કારણ પોલીસ દ્વારા હજુ સુધી પારખી શકાયું નથી, સમીરના પિતરાઇ ભાઈ પ્રફુલ્લ ગાયકવાડે જણાવ્યું હતું કે તે લાંબા સમયથી તેની અંગત જિંદગીને લઈને ખૂબ ચિંતિત હતો. તેમનું પ્રેમ પ્રકરણ સારૂ રહ્યું ન હતું. પોલીસ તરફથી પ્રાપ્ત થતી માહિતી મુજબ રવિવારે સાંજે સમીર ગાયકવાડે પોતાની જાતને એક ઓરડામાં બંધ કરી દીધી હતી. આ પછી, તેણે સાડીની ફાંસી બનાવી છતના પંખામાં લટકીને આત્મહત્યા કરી હતી. સમીરનો પિતરાઈ ભાઈ પ્રફુલ્લ ગાયકવાડ પહેલા ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ તેણે પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક સમીર ગાયકવાડને હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમીર ગાયકવાડ તેના ટીક ટોક વીડિયોને કારણે આસપાસના વિસ્તારોમાં ખૂબ પ્રખ્યાત હતો. તે પુણેની વાડિયા કોલેજમાં અભ્યાસ કરતો હતો. ઘટના સ્થળે પોલીસને કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. આવી સ્થિતિમાં પોલીસ કેસની દરેક પાસા પરથી તપાસ કરી રહી છે. સમીર ગાયકવાડ પહેલા, અમેરિકાના પ્રખ્યાત ટિક-ટોક સ્ટાર ડેઝરિયા શેફરે ભૂતકાળમાં આત્મહત્યા કરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર