Monday, October 7, 2024

બોલિવૂડમાં જામ્યો ખુશીનો માહોલ,વરૂણ ધવન આ મહિને ગર્લફ્રેન્ડ નતાશા સાથે લગ્ન કરવા જઈ રહયો છે?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ દિવસોમાં બોલિવૂડમાં ખુશીની મોસમ ફરી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રી અનુષ્કા શર્માએ એક પુત્રીને જન્મ આપ્યો છે, હવે વરુણ ધવનનું ઘર પણ ટૂંક સમયમાં વસવા જઇ રહ્યું છે. જણાવી દઈએ કે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે વરૂણ ધવન આ મહિનામાં તેની બેસ્ટ ફ્રેન્ડ અને લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. વરૂણ અને નતાશાના લગ્ન અલીબાગની ફાઈવ સ્ટાર હોટેલમાં થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સમાચારો અનુસાર વરૂણ ધવન અલીબાગમાં ફાઇવ સ્ટાર હોટલ બુક કરવા ગયો હતો અને તેણે થોડીક એડવાન્સ રકમ પણ ચૂકવી દીધી છે. તે જ સમયે, અહેવાલ છે કે વરૂણ અને નતાશાના લગ્નમાં લગભગ 200 લોકોને પાર્ટી આપવામાં આવશે. જો કે આ મહિને વરૂણ અને નતાશાના લગ્ન કેવી રીતે થશે તે હજુ સુધી બહાર આવ્યું નથી. નોંધપાત્ર વાત એ છે કે કરીના કપૂરે તેના રેડિયો શો વૉટ વુમન વોન્ટમાં નતાશા દલાલને વરુણની મંગેતર તરીકે સંબોધી હતી. આ રેડિયો શોમાં વરૂણ ધવન એકલા હાજર હતા. આવી સ્થિતિમાં, સ્પષ્ટ થઈ ગયું છે કે વરૂણ ધવન ફેશન ડિઝાઇનર નતાશા દલાલની સગાઈ કરી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે વરૂણ અને નતાશા ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ઘણીવાર બંનેના લગ્નની ચર્ચા થઈ રહી હતી. વરુણ ધવને રેડિયો શોમાં તેની અને નતાશાની લવ સ્ટોરી વિશે પણ જણાવ્યું હતું. વરુણે કહ્યું કે, ‘જ્યારે હું પહેલીવાર નતાશાને મળ્યો ત્યારે તે છઠ્ઠા ધોરણમાં હતી. અમે ત્યારે એકબીજાને ડેટ કરતા ન હતા. અમે 11 અને 12 ના વર્ગ સુધી એક બીજાના સારા મિત્રો હતાં. થોડા સમય પછી, નતાશા મને ખૂબ ગમવા લાગી ‘ તમને જણાવી દઈએ કે નતાશાએ વરૂણને પહેલા પણ ઘણી વાર રિજેક્ટ કરી દીધી હતી અને ત્યારબાદ તેના સતત પ્રયત્નોને કારણે તે પણ તેના પ્રેમમાં પડી ગઈ હતી. નોંધપાત્ર વાત એ છે કે વરુણે તેની અને નતાશાની લવ સ્ટોરીને લાંબા સમય સુધી મીડિયાથી છુપાવી રાખી હતી. પછી ધીરે ધીરે નતાશા અને વરુણ એક સાથે દેખાવા લાગ્યા અને વરુણે સ્પષ્ટ કહી દીધું કે તે નતાશને ડેટ કરી રહ્યો છે. વર્ષ 2018 માં ઘણા સેલેબ્સના લગ્ન થયા ત્યારે વરુણ અને નતાશાના લગ્નના સમાચાર પણ જોરશોરમાં હતા. જોકે, વરૂણ તે સમયે લગ્ન કરવા માંગતા ન હતા. તે જ સમયે, વર્ષ 2020 માં કોરોનાને કારણે, બંનેના લગ્ન થયા ન હતા. હવે વરુણ વર્ષની શરૂઆતમાં નતાશા સાથે લગ્ન કરશે. વરુણના ચાહકો આ સમાચારથી ઉત્સાહિત છે અને શક્ય તેટલી વહેલી તકે તેમના સ્ટારને વારરાજના રુપમાં જોવાની રાહમાં છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર