વ્યાજખોરનો આતંક, યુવાનના ઘરે જઈને પઠાણી ઉધરાણી કરી રિવોલ્વરથી હવામાં ફાયરીંગ કર્યું
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજખોરોને યુવાને પૈસા પરત આપી દીધા છતાં વ્યાજખોરો એ યુવાનના ઘરે જઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને હવામાં ફાયરીંગ કર્યું હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાઈ છે
મળતી માહિતી મુજબ વાંકાનેરના અરણીટીંબા ગામે રહેતા રીટાબેન ગોરધનભાઈ માંડવીયા એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ ગોરધનભાઈ એ આરોપી ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા પાસેથી એક વર્ષ પહેલા ૨૦,૦૦૦ રૂપિયા માસિક પાંચ ટકાના વ્યાજે લીધેલ હોય જે એક મહિના પહેલા સાહેદ ગોરધનએ આરોપી ધર્મેન્દ્રસિંહ ઝાલાને હિસાબ કરી રૂપિયા ૩૬,૦૦૦ વ્યાજ સહીત ચૂકવી દીધેલ હોવા છતાં આરોપી ધમેન્દ્રસિંહ ઝાલા એ ગોરધનભાઈના ઘરે જઈને વ્યાજના વધુ ૩૦૦૦ રૂપિયા બળજબરી થી ઉધરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી જયદીપસિંહ ધમેન્દ્રસિંહ ઝાલા એ ગોરધનભાઈને આરોપી ધમેન્દ્રસિંહ સામે કેમ બોલેલ છે તેમ કહી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની કાળા કલરની ૭૧૧૧ ની ફોર વ્હીલ કાર લઈને આવી પોતાની પાસે પોતાના પિતા એ આપેલ રિવોલ્વરથી હવામાં ફાયરીંગ કરી રીટાબેન અને ગોરધનભાઈને ડરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે