Friday, April 26, 2024

એવું શું થયું કે બ્રાઝિલએ રશિયન કોરોના રસી ‘સ્પુતનિક વી’ ના ઉપયોગનો કર્યો ઇનકાર ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

બ્રાઝિલના આરોગ્ય નિયમનકારે સોમવારે રશિયા પાસેથી રસી સ્પુતનિક વીનો ઓર્ડર આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આરોગ્ય પ્રધાનનું કહેવું છે કે તેમની પાસે રશિયન કોરોના વાયરસ રસી સ્પુતનિક વી સલામત અને અસરકારક સાબિત થાય છે તેવા ડેટા નથી. આરોગ્ય નિયમનકારની નજીકના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે લાખો બ્રાઝિલિયનોને ક્યારેય એવી પ્રોડક્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપીશું નહીં કે જેને તેની ગુણવત્તા અને સલામતી અંગે શંકા હોય.”

સ્પુતનિક વી સપ્લિમેન્ટ્સને વિશ્વના ઘણા દેશોમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. રશિયન વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે કોરોના સંક્ર્મણને રોકવામાં ૯૭.૬ ટકા અસરકારક છે. પરંતુ યુરોપિયન યુનિયનએ હજુ સુધી એનવિસા (એન્વિસા)ની જેમ આ રસીને મંજૂરી આપી નથી. યુરોપિયન યુનિયનનું કહેવું છે કે ઉત્પાદન પ્રક્રિયા અને પરીક્ષણો અંગે વધુ માહિતીની જરૂર છે. એનવિસાના પાંચ સભ્યોની બોર્ડે સર્વસંમતિથી રશિયન રસીની આયાતને મંજૂરી ન આપવા માટે મત આપ્યો હતો. હકીકતમાં, ટેકનિકલ સ્ટાફને આ રસીને લઈને જોખમ અને રસીમાં ગંભીર ખામીઓનો ડર હતો જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

બ્રાઝિલમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્ર્મણના ૧૪.૪ મિલિયન કેસ નોંધાયા છે અને લગભગ ૪ લાખ મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં દેશમાં 4.16 કરોડ લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર