Sunday, September 15, 2024

આઇપીએલ 2021: દિલ્હીની પ્લેઇંગ ઈલેવનમાં મોટો ફેરફાર, આ દિગ્ગજ ખેલાડી બેંગ્લોર સામે નહીં રમે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની 22મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચમાં દિલ્હીએ બદલાવ સાથે ઉતરવું પડશે. ટીમ સ્પિનર આર અશ્વિને આઇપીએલમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે, ત્યારબાદ ટીમને પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવા પડશે.

ઓપનિંગમાં પૃથ્વી અને શિખર

અનુભવી શિખર ધવન ઈનિંગની શરૂઆત પૃથ્વી શો સાથે કરશે, જે છેલ્લી મેચમાં શાનદાર અડધી સદી ફટકાર્યા બાદ ફોર્મમાં પાછો ફર્યો હતો. આ જોડી આરસીબીની ટીમ માટે મુશ્કેલ બની શકે છે. બંને પર સારી શરૂઆતની જવાબદારી રહેશે. ધવન સિઝનમાં સૌથી વધુ રન ફટકારવા ને કારણે ટોચ પર છે.

સ્મિથ, પંત અને હેટમાયર

ટીમને મિડલ ઓર્ડરમાં અનુભવી સ્ટીવ સ્મિથ, રિષભ અને શિમરોન હેટમાયરનો ટેકો મળશે. આ ત્રણેય શાનદાર બેટ્સમેન છે અને બેંગ્લોરના મજબૂત બોલિંગના આક્રમણ સામે આકરો પડકાર ઊભો કરશે. પંતે છેલ્લી મેચમાં ટીમને સુપર ઓવરમાં જીત અપાવી હતી.

સ્ટોઈનિસ અને લલિત યાદવ ઓલરાઉન્ડર્સ

ટીમમાં માર્કસ સ્ટોઇનિસની સાથે ઓલરાઉન્ડર તરીકે અક્ષર પટેલ મહત્વની ભૂમિકામાં બેંગ્લોર સામે જોવા મળશે. અક્ષર પટેલે છેલ્લી મેચમાં હૈદરાબાદ સામે શાનદાર બોલિંગ કરી હતી. કેપ્ટન અને કોચે પણ સુપર ઓવરમાં તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અશ્વિને આઇપીએલમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે, ત્યારબાદ લલિત યાદવને સ્થાન મળી શકે છે. તે અમિત મિશ્રાની સાથે સ્પિનની કમાન સાંભળતો જોવા મળશે. આવેશ ખાન છેલ્લી મેચમાં શાનદાર રમ્યો હતો.

દિલ્હી કેપિટલ્સ ટીમની સંભવિત પ્લૅઈંગ ઇલેવન

પૃથ્વી શો, શિખર ધવન, સ્ટીવ સ્મિથ, રિષભ પંત (કેપ્ટન, વિકેટકિપર), માર્કસ સ્ટોઈનિસ, શિમરોન હેટમાયર, લલિત યાદવ, અક્ષર પટેલ, કાગિસો રબાડા, અમિત મિશ્રા, આવેશ ખાન

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર