ગુજરાત શહેર અમદાવાદમા પણ ઘણા સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઇ રહી છે. ભારતીય ટીમ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામેની ચાર મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમવાની છે. આ મેચમાં બે લોકલ છોકરાઓ પણ રમવા જઈ રહ્યા છે. તેમાંથી એક જસપ્રીત બુમરાહ છે, જ્યારે બીજો અક્ષર પટેલ છે, જેમણે આ મહિને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ શું તમે જાણો છો કે અક્ષર પટેલને જયસૂર્યા કહેવામાં આવે છે. ખરેખર, અમદાવાદથી 6૦ કિલોમીટર દૂર નડિયાદના નાના શહેરમાં જન્મેલા અક્ષર પટેલ હજી પણ તેમના પરિવાર સાથે નાના બંગલામાં અહીં રહે છે, જે હવે તેમના હોમગ્રાઉન્ડ પર મેચ રમવા જઇ રહ્યો છે. અક્ષર પટેલને બુધવારે 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં તક મળશે, કારણ કે તેણે ડેબ્યૂ મેચમાં પોતાને સાબિત કરી દીધું છે કે તે સારી બોલિંગ તેમજ બેટિંગ કરી શકે છે. ચાલો વાત કરીએ કે ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં અક્ષર પટેલને વિકેટકીપર રીષભ પંતે આખરે જયસૂર્યા કેમ કીધું. બધાને આશ્ચર્ય થયું કે પંત શ્રીલંકન ટીમના મહાન ક્રિકેટર સનત જયસૂર્યાનું નામ કેમ લઈ રહ્યા છે? તે સમયે ખૂબ ઓછા લોકોનું ધ્યાન રીષભ પંતની વાત પર હતું, કેમ કે પંત ઘણીવાર કંઇકને કંઈક બોલે છે, પરંતુ સત્ય કંઈક અલગ છે. અક્ષર પટેલનું નિકનેમ નાનપણથી જ જયસૂર્યા રાખવામાં આવ્યું હતું. ગલી ક્રિકેટમાં સારું રમતો હોવાથી તેને નડિયાદનો જયસૂર્યા કહેવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે તેની બેટિંગ અને બોલિંગની સાથે ફિલ્ડિંગ પણ એ જ પ્રકારની સારી છે. જો કે, અક્ષર પટેલ મધ્યમ ક્રમનો બેટ્સમેન છે, જ્યારે જયસૂર્યા ટોપ ઓર્ડરનો મજબૂત ખેલાડી છે. અક્ષર પટેલના પિતરાઇ ભાઇએ એક અંગ્રેજી અખબારમાં કહ્યું કે, “તે ખૂબ જ ઝડપી બોલિંગ કરતો હતો, જયસૂર્યાની જેમ. દરેક લોકો ઇચ્છતા હતા કે અક્ષર તેની ટીમ સાથે રમે, પરંતુ બાદમાં તે જિલ્લા અને ત્યારબાદ ગુજરાતની વય જૂથની ટીમનો ભાગ બન્યો તો તેણે ટેનિસ બૉલ ક્રિકેટ છોડી દીધી હતી. ” જોકે અક્ષર પટેલે પોતે બોલિંગ કરવાનું પસંદ નહોતું કર્યું, તેમ છતાં તેનો મૂડ રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી અથવા એનસીએમાં અંડર 19 કેમ્પ દરમિયાન બદલાયો. આમ નાનપણથી જ જયસૂર્યાની જેમ રમતમાં આગવી પ્રતિભા રાખતો હોવાથી તેનું નામ જયસૂર્યા પડ્યું હતું.
અક્ષર પટેલને કેમ ‘જયસૂર્યા’ કહેવામાં આવે છે, પિંક બોલ ટેસ્ટ મેચ પહેલા સામે આવી આ વાત.
વધુ જુઓ
BCCI એ કરી જાહેરાત,19 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે IPL, આ દિવસે રમાશે ફાઇનલ મુકાબલો
ભારતમાં ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની (બીસીસીઆઈ) બહુચર્ચિત ટી-20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની બાકીની મેચો અંગે ઘણી વાતો થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ટુર્નામેન્ટની બાકીની 31 મેચો અંગે ઘણું કહેવામાં આવ્યું છે પરંતુ હવે બોર્ડના વાઇસ ચેરમેને નિવેદન આપીને તેનો અંત લાવી દીધો છે. રાજીવ શુક્લાએ સ્પષ્ટ કરી...
ભારતીય બેટ્સમેનને સદી ફટકારવા બદલ મળે છે લાખો રૂપિયા, યુવરાજ સિંહે એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા ત્યારે BCCI એ તેને આટલું ઇનામ આપ્યું હતું જાણીને તમને પણ થશે આશ્ચર્ય.
દરેકને ખબર છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ તેના પુરુષ ખેલાડીઓ પર પૈસા લૂંટાવે છે. દરેક ખેલાડીને વાર્ષિક કોન્ટ્રાક્ટ તરીકે 7-7 કરોડ રૂપિયા મળે છે, તેમજ મેચ ફી અને અન્ય બોનસ અલગથી મળે છે. જો કોઈ બેટ્સમેન સદી ફટકારે અથવા બેવડી સદી ફટકારે અથવા બોલર પાંચ...
શ્રીલંકા પ્રવાસ માટે જનારી ટીમની પસંદગી, આ ખેલાડીને મળી શકે છે ટીમની કેપ્ટન્સી, જાણો ટીમનું ટૂર શેડ્યૂલ.
ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને શ્રીલંકાનો પ્રવાસ ખેડવાની છે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસમાં 3 વન ડે અને ટી-20 મેચ રમવાની છે.ટીમનું ટૂર શેડ્યૂલ બહાર આવ્યું છે. ભારતીય ટીમના પ્રમુખ ખેલાડીઓ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જેમાં કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્માનો સમાવેશ થાય છે. બંને ફોર્મેટ માટેની...