Saturday, February 4, 2023

માનસિક તાણ, દહેજ અને ઘર કંકાસને કારણે ગુજરાતમાં થઇ રહી છે મહિલાઓની પજવણી !

spot_imgspot_imgspot_imgspot_img
spot_img

એકવીસમી સદીમાં પણ, મહિલાઓ દહેજ જેવી પ્રથાનો સામનો કરવો પડે છે. ગુજરાતમાં, છેલ્લા 3 વર્ષમાં દહેજને કારણે 178 મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્ન પર ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં દહેજ હત્યાના લગભગ 178 કેસ નોંધાયા હતા, જેમાંથી 53 કેસ સુરતમાં હતા જે સૌથી વધુ છે. પોલીસે દહેજ હત્યાના કેસોમાં અત્યાર સુધીમાં 529 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 12 આરોપીઓ ફરાર હોવાનું જણાવાયું છે. સુરત બાદ અમદાવાદમાં મહત્તમ 49 યુવતીઓને દહેજની બલિ ચઢાવવામાં આવી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર 26, બનાસકાંઠા 11, પાટણ 4, મોરબી 8, વડોદરા 6,મહેસાણા,જિલ્લામાં દહેજની હત્યાના કેસ નોંધાયા હતા.

ગુજરાત શિક્ષિત, આધુનિક અને પ્રગતિશીલ રાજ્યોમાં સ્થાન ધરાવે છે, પરંતુ તે હજી પણ દહેજ હત્યા જેવી સામાજિક અનિષ્ટિઓથી પીડાય છે, તેનું જીવંત નમૂના વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા છે. આત્મહત્યાના મામલામાં ગુજરાત પણ પાછળ નથી. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 749 આત્મહત્યાના કેસ નોંધાયા છે, આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 214 આપઘાતનો પ્રયાસ કરવાના કેસો નોંધાયા છે, અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

Chakravatnews

ઘર કંકાસને કારણે આવી ઘટનાઓ સામે આવે છે :-

આ મામલો કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય ડો.અનિલ જોશી યારાએ વિધાનસભામાં ઉઠાવ્યો હતો. જવાબમાં રાજ્ય પ્રધાન જાડેજાએ કહ્યું કે માનસિક બિમારી, આર્થિક રીતે તંગ,પ્રેમ સંબંધ, પારિવારિક કારણો અને ઘરની તકલીફના કારણે આવી ઘટનાઓ ઉભી થાય છે. છેલ્લા 6 વર્ષથી આત્મહત્યાના કિસ્સા સતત ચાલુ રહ્યા છે .2017-16માં 146 કેસ નોંધાયા હતા, 2017-18માં 155 કેસ નોંધાયા હતા અને 2019-20માં 135 કેસ નોંધાયા હતા.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર