Monday, October 2, 2023

Chhichhore ફિલ્મને રાષ્ટ્રીય એવોર્ડ મળવાથી સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાએ કહી આ વાત.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી. તાજેતરમાં જ તેની ફિલ્મ ‘છિછોરે ‘ એ 67 મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ રાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. આ વિશેષ પ્રસંગે ચાહકો સહિત સુશાંતસિંહ રાજપૂતના સબંધીઓમાં ખુશીનું વાતાવરણ છવાયું છે. હવે દિવંગત અભિનેતાની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ સુશાંતની ફિલ્મને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા બાદ પ્રતિસાદ આપ્યો છે. શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના દ્વારા તે સુશાંત સિંહ રાજપૂતને સતત યાદ કરે છે. શ્વેતા સિંહ કીર્તિએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર સ્વર્ગસ્થ ભાઈની ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થતાં ખુશી વ્યક્ત કરી છે. એમ પણ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત પર તેમને ગર્વ છે. શ્વેતા સિંહ કીર્તિએ તેના ટ્વિટમાં લખ્યું, ‘ભાઈ, હું જાણું છું કે તમે જોઈ રહ્યા છો, પણ મારી એવી ઈચ્છા હતી કે તમે આ એવોર્ડ પ્રાપ્ત કરવા માટે ત્યાં હોત. એક દિવસ પણ પસાર થતો નથી જ્યારે મને તમારા પર ગર્વ ન થાય.’ આ સાથે શ્વેતાસિંહ કીર્તિએ લખ્યું #ChhichhoreBagsNationalAward #SushantOurHero શ્વેતા સિંહ કિર્તીનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. સુશાંત સિંહ રાજપૂતના ચાહકો અને તમામ સોશ્યલ મીડિયા યુઝર્સ શ્વેતા સિંહ કીર્તિના આ ટ્વીટની પ્રતિક્રિયા આપી રહ્યા છે. શ્વેતા સિંહ કીર્તિ પહેલા સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘે ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળતાં ખુશી વ્યક્ત કરી હતી. ભાવુક પિતાએ કહ્યું કે, ‘કાશ તે આજે જીવિત હોત.’ સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા બાદ પટના સ્થિત તેની કૉલોનીમાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

તમને જણાવી દઈએ કે ફિલ્મ છિછોરે વર્ષ 2019 માં રિલીઝ થઈ હતી. તેનું દિગ્દર્શન નિતેશ તિવારીએ કર્યું હતું. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, વરૂણ શર્મા અને તાહિર રાજ ભસીન સાથે સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં હતા આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી સફળતા મેળવી હતી અને સુશાંતે ફિલ્મમાં સારો અભિનય કર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર