Saturday, October 12, 2024

BCCI એ ક્રિકેટરો માટે કોચિંગ કોર્સનું આયોજન કર્યું, રોબિન ઉથપ્પા સહીત આ ખેલાડીઓ થયા સામેલ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડએ (બીસીસીઆઈ) એક નવી પહેલમાં 75 થી વધુ મેચ રમનાર ક્રિકેટરો માટે બીજા-સ્તરના બે ફાસ્ટ-ટ્રેક કોચિંગ અભ્યાસક્રમોનું આયોજન કર્યું. જેમાં એલ બાલાજી, રોબિન ઉથપ્પા અને દેવાશિષ મોહંતી જેવા વર્તમાન અને પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પણ તેમાં સામેલ થયા. આ અભ્યાસક્રમનો પ્રથમ તબક્કો કોવિડ -19 રોગચાળાને કારણે ઓનલાઇન કરવામાં આવ્યો હતો, જ્યારે બીજો તબક્કો રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી (એનસીએ) ખાતે 16 થી 19 માર્ચ દરમિયાન યોજાયો હતો. તેમાં ભારતના ભૂતપૂર્વ ખેલાડી ઋષિકેશ કાનિતકર, અભિનવ મુકુંદ, રમેશ પોવાર, સરનદીપ સિંહ, વસીમ જાફર અને વિનય કુમાર પણ સામલે થયા હતા. આ કોર્સમાં કુશળતામાં સુધારો, ઝડપી બોલિંગના તકનીકી પાસા, સ્પિન બોલિંગ, બેટિંગ, વિકેટકીપિંગ તેમજ સામાજિક અને વ્યક્તિગત ક્ષમતાનું નિર્માણ અને વિડિઓ વિશ્લેષણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, “પ્રથમ શ્રેણી અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટના અનુભવની સાથે રમતની તકનીકી અને વ્યૂહાત્મક જટિલતાઓની સમજ કોચ માટે જરૂરી છે. હું માનું છું કે આપણી પાસે વિશ્વની કેટલીક શ્રેષ્ઠ કોચિંગ પ્રતિભા છે અને એનસીએ દ્વારા સંચાલિત આ અભ્યાસક્રમોનો ભાગ માત્ર ભાગ લેનારાઓને જ નહીં પરંતુ આ કોચ દ્વારા પ્રશિક્ષિત ક્રિકેટરોની આગામી પેઢીને પણ મળશે.” બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યું, ‘બીસીસીઆઈએ હંમેશા તેના કોચના વિકાસને ટેકો આપ્યો છે અને આ અભ્યાસક્રમ તેનું એક ઉદાહરણ છે. પૂર્વ અને વર્તમાન ક્રિકેટરોને પોતાને કોચના રૂપમાં આગળ વધારવા માટે આ તકનો લાભ ઉઠાવતા જોઈને આનંદ થાય છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર