Monday, September 9, 2024

સસ્તામાં ખરીદી શકો છો iPhone 12 Mini, જાણો કઈ રીતે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જો તમે નવો આઇફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ એક સારી તક હોઈ શકે છે. કારણ કે ઈ-કોમર્સ સાઇટ એમેઝોન ઇન્ડિયાએ આજે ​​એટલે કે 12 માર્ચથી Apple Days Sale ની જાહેરાત કરી છે અને આ સેલ 17 માર્ચ સુધી ચાલુ રહેશે. આ સેલમાં, એપલના લેટેસ્ટ આઇફોનથી લઇ તમામ ડિવાઇસીઝ પર શાનદાર ઓફર્સ આપવામાં આવી રહી છે. આ સેલમાં આઇફોન પર ડિસ્કાઉન્ટની સાથે એક્સ્ચેન્જ ઓફર અને નો કોસ્ટ ઇએમઆઈની પણ સુવિધા આપવામાં આવી રહી છે. આજે પ્રથમ દિવસે સેલમાં આઇફોન 12 મીની શ્રેષ્ઠ ડીલમાં ઉપલબ્ધ છે. ચાલો જાણીએ વિગતવાર આઇફોન 12 મીની પરના ડિસ્કાઉન્ટ અને ઓફર્સ વિશે.

એપલ ડેઝ સેલમાં આઇફોન પર મળનાર ઓફર્સ વિશે વાત કરીએ તો, તેમાં નો કોસ્ટ ઇએમઆઈ અને એક્સ્ચેન્જ ઓફરની સુવિધ મળશે. આ સિવાય જો તમારી પાસે એચડીએફસી બેંકનું કાર્ડ છે, તો તમે સીધા 6,000 રૂપિયાનું ત્વરિત ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આઈફોન 12 મીની વિશે વાત કરીએ તો, આ ડિવાઈઝ ગત વર્ષે નવેમ્બરમાં જ ભારતીય બજારમાં ઉપલબ્ધ થયું હતું. તેની મૂળ કિંમત 69,900 રૂપિયા છે. પરંતુ એપલ ડેઝ સેલમાં આ સ્માર્ટફોન પર 2,890 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, ત્યારબાદ તેને 67,100 રૂપિયામાં ખરીદવાની તક મળી રહી છે, જો તમારી પાસે એચડીએફસ બેંક કાર્ડ છે, તો પછી તમે 6,000 રૂપિયાનું ત્વરિત ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.આ ડિવાઈઝની કિંમત ઘટીને 61,100 રૂપિયા થશે.

iPhone 12 Miniની ખસિયતો.

આઇફોન 12 મીનીમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે, જેમાં યુઝર્સ નેનો અને ઇ-સિમનો ઉપયોગ કરી શકશે. iOS 14 (આઇઓએસ 14 )ઓએસ પર આધારિત, આ ઉપકરણ A14 Bionic chip (એ 14 બાયોનિક ચિપ ) પર કાર્ય કરે છે. આઇફોન 12 મીનીમાં 5.4 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે. તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે જેમાં 12 એમપી વાઇડ એંગલ લેન્સ અને અલ્ટ્રા વાઇડ એંગલ શૂટર શામેલ છે. આ સાથે જ, iPhone 12 Pro max માં 12MPનો ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સામેલ છે. આ સાથે, ડિવાઇસમાં MagSafe વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ ઉપલબ્ધ થશે.

 

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર