Thursday, October 6, 2022

જીત હાંસલ કરનાર ઇંગ્લેન્ડની ટીમના આ દમદાર ખેલાડી મૂળ ઇંગ્લેન્ડના નથી.

spot_imgspot_imgspot_imgspot_img

ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ હાલમાં વિશ્વની નંબર વન ટી 20 ટીમ છે અને તેનું પ્રદર્શન પણ તેની આ સ્થિતિને સાબિત કરે છે. ભારત સામેની પાંચ મેચની ટી -20 શ્રેણીની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે 8 વિકેટે જીત મેળવી હતી. ટીમ શક્તિશાળી હોઇ શકે, પરંતુ તેમાં સામેલ મેચના વિજેતા ખેલાડીઓને વિદેશી ટીમમાંથી તેમની ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. ટીમના ચાર મોટા ખેલાડીઓનો જન્મ ઇંગ્લેંડમાં થયો નથી. શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રથમ ટી 20 માં ભારતીય ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન માઇકલ વૉનએ ટ્વીટ કરીને ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝ ટીમ મુંબઈ ઈન્ડિયન્સને ભારતીય ટીમ કરતા વધુ સારી ગણાવી હતી. આ ટ્વિટ પછી ભૂતપૂર્વ ભારતીય ઓપનર વસીમ જાફરે આ વાતનો નિર્દેશ કર્યો કે ટીમના ચાર ખેલાડીઓ વિદેશી છે, જેના કારણે ટીમે જીત મેળવી છે.

જે ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે પહોંચી છે અને મેચના વિજેતા ખેલાડીઓએ વિશ્વમાં ડંકો વગાડ્યો છે તેમાંથી અમુક ખેલાડીઓ વિદેશી મૂળના છે. પહેલું નામ કેપ્ટન ઈયોન મોર્ગનનું છે, જેણે આયર્લેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી છે. આ બેટ્સમેને આયર્લેન્ડ માટે 23 વનડે મેચ રમ્યા છે, આ સાથે જ 2007 ની વર્લ્ડ કપ ટીમમાં પણ તે રમ્યો હતો.

ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ઇંગ્લેન્ડની ટીમનો મેચ વિજેતા છે અને તેને પ્રથમ ટી 20 માં ભારત સામે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આર્ચર વેસ્ટ ઇન્ડીઝ માટે અંડર -19 વર્લ્ડ કપ રમ્યો છે, 2019 વર્લ્ડ કપ પહેલા જ તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેને વિશેષ પરવાનગીથી વર્લ્ડ કપ પણ રમવા મળ્યો હતો.

બેન સ્ટોકસ ઇંગ્લેન્ડની ટીમની જાન છે અને પોતાના દમ પર તેણે પ્રથમ વખત ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી. તેનો જન્મ ન્યુઝીલેન્ડમાં થયો છે પરંતુ તે ઇંગ્લેન્ડ તરફથી ક્રિકેટ રમે છે. ટીમનો તોફાની ઓપનર જેસન રોયનો જન્મ પણ ઇંગ્લેન્ડમાં નહીં પરંતુ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. ક્રિસ જોર્ડનનો જન્મ પણ બારબાડોસમાં થયો હતો, તે ઇંગ્લેન્ડની ટીમમાં ફાસ્ટ બોલરની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો હતો.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર