Sunday, September 15, 2024

IPL 2021 માટે એબી ડી વિલિયર્સની જબરદસ્ત ‘Iphone’ તોડ પ્રેક્ટિસ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબીના બેટ્સમેન એબી ડી વિલિયર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સિઝન માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ડીવિલિયર્સ અત્યારે આરસીબીના કેમ્પમાં નથી, પરંતુ તેણે કેટલાક ખાસ કોચ સાથે આઈપીએલ 2021 ની તૈયારી શરૂ કરી દીધી છે. આઇપીએલ માટેની એબી ડી વિલિયર્સની તૈયારીઓ જેવી તેવી નથી પરંતુ આઇફોન તોડ તૈયારી છે. જી હા, પ્રેક્ટિસનો વીડિયો શૂટ કરતી વખતે તેનો ફોન તૂટી ગયો હતો. ખરેખર, એબી ડી વિલિયર્સે તેના ઇન્સ્ટાગ્રામ પર થોડીક સેકંડનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઇ શકાય છે કે તેણે શોટ રમ્યો અને બોલ સીધો કેમેરા પર લાગ્યો અને કેમેરો હલી ગયો. આ કેમેરો તેનો આઇફોન હતો, જે તેના શોટના કારણે તૂટી ગયો છે. આ માહિતી તેણે ખુદ ઇન્સ્ટાગ્રામના આ વીડિયોના કેપ્શનમાં આપી હતી અને લખ્યું છે કે, “આઇફોન આઉટ! આઈપીએલની તૈયારી ક્રિકેટ ગુરુ બેની બેસ્ટર અને ક્રુગર વૈન વીકની સાથે શરુ કરી છે.” આરસીબીએ ગયા વર્ષે આઈપીએલ પ્લે ઓફ માટે ક્વોલિફાય કર્યું હતું, જેમાં એબી ડી વિલિયર્સે સૌથી વધુ ફાળો આપ્યો હતો, કેમ કે તેણે 15 મેચની 14 ઇનિંગ્સમાં 45 થી વધુની સરેરાશ સાથે અને 158 થી વધુના સ્ટ્રાઈકરેટમાં 454 રન બનાવ્યા હતા, જેમાં 33 ચોગ્ગા સામેલ હતા અને 23 છગ્ગા શામેલ છે. અગાઉની સીઝનમાં આરસીબી માટે એબી ડી વિલિયર્સે 5 અર્ધી સદી બનાવી હતી. વિરાટ કોહલીએ માત્ર ત્રણ અર્ધી સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકાનો દિગ્ગજ ડિ વિલિયર્સ 17 ફેબ્રુઆરીના રોજ 37 વર્ષના થઈ ગયો છે, જે હવે ગ્લેન મેક્સવેલ અને કાઈલ જેમિસન જેવા ખેલાડીઓ સાથે આઇપીએલમાં રમવા જઈ રહ્યા છે, કારણ કે આરસીબીએ ક્રિસ મોરિસ, શિવમ દુબે અને ડેલ સ્ટેન સહિત ઘણા ખેલાડીઓ આઈપીએલ 2020 બાદ કાઢ્યા હતા.અને પછી આઇપીએલ 2021 ની હરાજીમાં, ટીમે કેટલાક સારા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર