Sunday, September 8, 2024

જીત બાદ મહિલા ટીમે ઉજવણી કરી, આ ગીત પર નાચી ટીમ, વિડીયો થયો વાઇરલ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની વનડે સિરીઝની બીજી મેચમાં વાપસી કરીને 9 વિકેટથી પોતાની જીત નોંધાવી છે. વિજય બાદ ખેલાડીઓએ તમિલ સુપરસ્ટાર વિજયની ફિલ્મ ‘માસ્ટર’ ના ગીત પર ડાન્સ કર્યો. વેદા કૃષ્ણમૂર્તિ, આકાંક્ષા કોહલી, વીઆર વનિથા, મમતા માબેનનો આ ડાન્સ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વેદાએ આ ડાન્સ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ અગાઉ, ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન જીમ વર્કઆઉટનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં ‘ચાઇનામેન’ કુલદીપ યાદવ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અશ્વિન સાથે ‘માસ્ટર’ ગીત પર નાચતા દેખાયા હતા. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મંગળવારે બીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે પરાજિત કરી હતી. આ સાથે ભારતે 5 મેચની વનડે શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે. ભારતની જીતમાં ઝુલન ગોસ્વામી (4 વિકેટ ) બાદ સ્મૃતિ મંધાના ( નોટઆઉટ 80 ) નું ઉમદા પ્રદર્શન રહ્યું હતું. લખનૌમાં મંગળવારે દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 158 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને ભારતે 28.4 ઓવરમાં એક વિકેટ ગુમાવીને (160/1)જીત હાંસલ કરી હતી. પ્રથમ વનડેમાં ભારત 8 વિકેટથી હારી ગયું હતું. બંને ટીમો વચ્ચે ત્રીજી વનડે શુક્રવારે રમવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર