Wednesday, April 24, 2024

વેક્સિન લેનારાઓને બેન્ક આપી રહી છે Fixed Deposit પર વધુ વ્યાજ, જાણો કઈ બેંકમાં છે આ ઓફર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

કોવિડ-19 રસીકરણ વધારવા માટે કેટલીક જાહેર ક્ષેત્રની બેંકો Fixed Deposit (FD) પર ઊંચા વ્યાજદરની ઓફર કરી રહી છે, પરંતુ આ ઓફર મર્યાદિત સમયગાળા માટે છે. યુકો બેંકે જણાવ્યું હતું કે, કોવિડ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લેનારા અરજદારો માટે 999 દિવસની એફડી પર 30 બેસિસ પોઇન્ટ અથવા 0.30 ટકા વધુ વ્યાજ દર આપશે. એક બેંક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે રસીકરણ ઝુંબેશ વધારવા માટે નાના પગલાં પણ લઈ રહ્યા છીએ.” અમે મર્યાદિત સમયગાળા માટે 30 સપ્ટેમ્બર સુધી UCOVAXI-999 ઓફર આપી રહ્યા છીએ.’

એવું જાણવા મળ્યું છે કે Central Bank of India (સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા) એ તાજેતરમાં રસી લેનાર માટે કાર્ડ રેટથી ૨૫ બેસિસ પોઇન્ટના વધારાના વ્યાજ દર સાથે ઇમ્યુન ઇન્ડિયા ડિપોઝિટ યોજના પણ શરૂ કરી હતી. બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવી ઓફરની મૅચ્યોટીરી 1,111 દિવસની છે. આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે દેશમાં કોવિડ-19 રસીડોઝની સંખ્યા 23.59 કરોડને વટાવી ગઈ છે.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે, 18 વર્ષથી વધુ વયજૂથના તમામ લોકો માટે કેન્દ્ર હવે આ રસી ખરીદીને રાજ્યોને મફતમાં આપશે. 21 જૂન એટલે કે યોગ દિવસથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કેન્દ્ર તરફથી મફત રસીકરણ મળશે. પીએમએ કહ્યું કે રસી અંગે ભ્રમ ફેલાવો નહીં અને લોકોના જીવન સાથે રમત ન કરો. કેન્દ્ર સરકાર આ નાણાકીય વર્ષમાં કોરોના વિરોધી રસી પાછળ 450 અબજ રૂપિયા ખર્ચ કરે તેવી શક્યતા છે. બજેટમાં જાહેર કરેલી રકમ કરતાં આ રકમ લગભગ રૂ.100 અબજ વધુ હશે. સરકાર ખાનગી હોસ્પિટલોમાં રસી લેનારાઓના અવકાશને વિસ્તૃત કરવા માટે પણ મહત્વપૂર્ણ પગલાં લેવા જઈ રહી છે. રસી માટે ખાસ નોન-ટ્રાન્સફરેબલ ઇલેક્ટ્રોનિક ડિબેન્ચર્સ બનાવવામાં આવશે. આ દ્વારા કોઈ વ્યક્તિ બીજા માટે રસી ખરીદી શકશે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર