Thursday, April 25, 2024

મહારાષ્ટ્રના થાણેમાં કોરોનાનો કહેર, 16 હોટસ્પોટ વિસ્તારોમાં આ તારીખ સુધી લોકડાઉન.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને થાણે મહાનગરપાલિકાએ 9 માર્ચથી 31 માર્ચ દરમિયાન હોટ સ્પોટ વિસ્તારોમાં લોકડાઉન લાગુ કર્યું છે. આ માટે થાણેના હોટ સ્પોટ વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે.મહારાષ્ટ્ર સરકાર દ્વારા “મિશન સ્ટાર્ટ અગેન” અંતર્ગત કેટલીક છૂટ પણ આપવામાં આવી છે. આ સમય દરમિયાન હોટસ્પોટની બહારના વિસ્તારોમાં કેટલીક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે. જણાવી દઈએ કે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન લાદવામાં આવેલા પ્રતિબંધો પહેલાની જેમ અમલમાં રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી 10,000 થી વધુ નવા કોરોનોવાયરસ કેસ નોંધાયા પછી, મહારાષ્ટ્રમાં સોમવારે 8,744 નવા ચેપના કેસ નોંધાયા હતા. 22 લોકોના મોત બાદ મૃત્યુની સંખ્યા વધીને 52,500 થઈ ગઈ હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 15,388 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 1,12,44,786 પર પહોંચી ગઈ છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા, 87,462 છે જ્યારે 1,08,99,394 દર્દીઓને સારવાર આપ્યા બાદ તંદુરસ્ત મળી આવતા તેઓને હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી 2,30,08,733 લોકોને કોરોના રસી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 22,27,16,796 લોકોના સેમ્પલ ટેસ્ટ થઇ ચુક્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર