Saturday, October 12, 2024

IPL 2021 પર કોરોનાનો કહેર, આ કારણે આજે નહિ રમાય આ ટિમ વચ્ચેનો મેચ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોરોના મહામારી વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ, આઇપીએલની 14મી સિઝન ભારતમાં યોજાઈ રહી છે. તેનું આયોજન બાયો-બબલ (ખેલાડીઓ માટે કોરોના-સલામત વાતાવરણ)માં કરવામાં આવી રહ્યું છે. જોકે શરૂઆતમાં કેટલાક કેસ આવ્યા હતા, પરંતુ ટુર્નામેન્ટને અસર થઈ ન હતી, પરંતુ હવે આઇપીએલ સિઝનની 30મી મેચ મુલતવી રાખી શકાય તેમ છે કારણકે કોરોનાનો કહેર આઇપીએલ 2021 પર અસર થઇ રહ્યો છે. વાસ્તવમાં આઇપીએલની 14મી સિઝનની 30મી મેચ આજે એટલે કે 3 મે, સોમવારના રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેંજર્સ બેગ્લોર વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે, પરંતુ એક રિપોર્ટ અનુસાર કોવિડ 19 મહામારીને કારણે આ મેચ સ્થગિત થઇ શેક છે. એક રિપોર્ટ મુજબ કોલકાતા ની ટીમના ઘણા ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું અને તેમની તબિયત સારી ન હોવાથી આજે કોલકાતા અને બેંગ્લોર વચ્ચેની મેચ મુલતવી રાખવામાં આવી છે. કેકેઆર વિરુદ્ધ આરસીબી ની મેચ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સત્તાવાર ઘોષણા ટૂંક સમયમાં થવાની સંભાવના છે. ગત વર્ષે યુએઈમાં બાયો-બબલમાં પણ આઇપીએલ રમાઈ હતી, પરંતુ એક પણ મેચ મુલતવી રાખવામાં આવી ન હતી, પરંતુ આ વખતે ભારતમાં આઇપીએલએ એવી મૂંઝવણ ઉભી કરી છે કે મેચ મુલતવી રાખવામાં આવી રહી છે. તેની પાછળનું કારણ એ છે કે કેકેઆરના ખેલાડીઓ એકબીજાના સંપર્કમાં પણ આવી શકે છે. આ જ સાંકળને રોકવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર