Friday, April 26, 2024

Farmers protest Bharat Bandh updates :રેલ્વે ટ્રેક બ્લોક 4 શતાબ્દી ટ્રેન રદ કરાઈ, ખેડૂતોએ ઝભો કાઢી કર્યો વિરોધ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ શુક્રવારે અનેક સંગઠનો સાથે મળીને ભારત બંધનું એલાન આપ્યું છે. આ ભારત બંધ સવારે 6 થી સાંજના 6 સુધી રહેશે.સંયુક્ત કિસાન મોરચાના જણાવ્યા મુજબ ખેડૂત આંદોલનના 120 દિવસ પૂરા થવા પર ‘ભારત બંધ’ કરવામાં આવી રહ્યું છે. દિલ્હીની સરહદે હજારો ખેડુતો નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ, ડાબેરી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ બંધને ટેકો આપ્યો છે. સંયુક્ત કિસાન મોરચા મુજબ ભારત 26 માર્ચે ‘આખું’ બંધ રહેશે અને ખેડૂત નેતાઓ દાવો કરી રહ્યા છે કે ભારત બંધનો પ્રભાવ દિલ્હીની અંદર પણ જોવા મળશે. સાથે જ રાજધાની દિલ્હી, હરિયાણા અને પંજાબમાં પણ પોલીસ ખાસ તકેદારી રાખી રહી છે. જણાવી દઈએ કે દુકાનો, મોલ વગેરે બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી.પંજાબમાં માર્ગ અને રેલ્વે ટ્રેકને બ્લોક કરવાથી દૂધ અને શાકભાજી સહીત વસ્તુઓની સપ્લાઇને અસર થઇ. પંજાબ: યુનાઇટેડ કિસાન મોરચા દ્વારા કરાયેલ ભારત બંધ એલાન દરમિયાન કિસાન મજૂર સંઘર્ષ સમિતિના સભ્યોએ અમૃતસરમાં અમૃતસર-દિલ્હી રેલ્વે ટ્રેક બંધ રાખ્યો હતો. આ દરમિયાન ખેડુતોએ કુર્તાને ( ઝભો )ઉતારી વિરોધ નોંધાવ્યો હતો. ઓડિશા: ભુવનેશ્વરમાં, ઓડિશા કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ સંયુક્ત કિસાન મોરચાના ભારત બંધના સમર્થનમાં વિરોધ દર્શાવ્યો હતો અને રસ્તો અવરોધ્યો હતો. પંજાબ: એસએએસ નગરમાં યુનાઇટેડ કિસાન મોરચા દ્વારા બોલાવવામાં આવેલા 12 કલાકના ભારત બંધ એલાન દરમિયાન વિરોધ પ્રદર્શન કરનારાઓએ ચંદીગઢ-અંબાલા હાઈવે બંધ કર્યો હતો. પંજાબ અને હરિયાણામાં રેલ ટ્રાફિકને ખરાબ અસર પડી હતી, કેમ કે ખેડૂત, ખેતમજૂરો, કમિશન એજન્ટો, ટ્રેડ યુનિયનો અને રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને રાષ્ટ્રીય રાજમાર્ગો પર ચક્કાજામ કરવામાં આવ્યો. ભારતીય રેલ્વેએ કહ્યું, ‘વિરોધીઓ પંજાબ અને હરિયાણામાં 31 સ્થળોએ બેઠા છે, જે દિલ્હી, અંબાલા અને ફિરોઝપુર વિભાગોમાં રેલ અવરજવરને અસર કરી રહ્યા છે. 32 સ્થળોએ ટ્રેન સેવાઓ અસરગ્રસ્ત, 4 શતાબ્દી ટ્રેન રદ કરાઈ છે. ખેડૂત નેતાઓના જણાવ્યા મુજબ કોઈ પણ કંપની કે કારખાના બંધ રહેશે નહીં. પેટ્રોલ પમ્પ, મેડિકલ સ્ટોર્સ, જનરલ સ્ટોર્સ જેવી જરૂરી સેવાઓની દુકાનો ખુલ્લી રહેશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર