Sunday, September 8, 2024

જાણો શા માટે અભિષેકે હોટલમાં નકલી રિંગ પહેરાવી એશ્વર્યા સાથે કરી હતી ગુપચુપ સગાઈ ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. તેમણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો અને દાયકાઓથી તેમની અભિનયને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અભિષેક બચ્ચનનો આજે જન્મદિવસ છે. અભિષેક આજે તેનો 45 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેનો જન્મ 5 ફેબ્રુઆરી 1976 માં મુંબઇમાં થયો હતો. અભિષેક તેની પત્ની એશ્વર્યા રાય બચ્ચન અને પરિવાર સાથે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. બીજી તરફ ચાહકો પણ અભિનેતાને તેના ખાસ જન્મદિવસ પર સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવી રહ્યા છે. અભિષેક અને તેની પત્ની એશ્વર્યા વિશે વાત કરીએ તો બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તે સમયે લવસ્ટોરી અને લગ્ન બંનેની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. આજે અમે તમને અભિષેકના જન્મદિવસ નિમિત્તે બંનેની લવ સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એશ્વર્યા અને અભિષેકની પહેલી મુલાકાતવિશે વાત કરવામાં આવે તો બંને વર્ષ 1997 માં સેટ પર પહેલી વાર મળ્યા હતા. તે સમયે એશ્વર્યા એક્ટર બોબી દેઓલ સાથે કામ કરી રહી હતી. આ પછી, બંનેએ પહેલી વાર 2000 માં આવેલી ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ અને ત્યારબાદ 2003 માં આવેલી ફિલ્મ ‘કુછ ના કહો’માં સાથે કામ કર્યું હતું. આ સમય દરમિયાન, બંને વચ્ચે ખુબ જ સારી મિત્રતા થઇ હતી. એશ્વર્યાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અભિષેકે તેને પ્રપોઝ કેવી રીતે કર્યું. તેણે કહ્યું હતું કે ફિલ્મ ‘ગુરુ’ ના શૂટિંગ દરમિયાન અભિષેકે તેમને પ્રપોઝ કર્યું હતું. તે સમયે તે ન્યૂયોર્કની એક હોટલમાં હતી. ત્યારબાદ અભિષેકે હોટલની બાલ્કનીમાં ઘૂંટણ પર બેસીને હોલીવુડની શૈલીમાં પ્રપોઝ કર્યું. પરંતુ તે વીંટી હીરા કે સોનાની નહીં પણ નકલી એટલે કે ખોટી હતી.ખરેખર, ફિલ્મની શુટિંગને લીધે અભિષેક વ્યસ્ત હતો આથી તેને રિંગ ખરીદવાનો સમય મળ્યો ન હતો. તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન ટૂંક સમયમાં ફિલ્મ ‘ધ બિગ બુલ’ માં જોવા મળશે, આ ફિલ્મ સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાના જીવન પર આધારિત છે. આ સિવાય તે ફિલ્મ બોબ બિસ્વાસમાં પણ જોવા મળશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર