QR કોડ છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રિમિનલ્સના હથિયાર તરીકે કામ કરી રહ્યું છે. તમે QR કોડ સ્કેન કરીને પેટ્રોલ પંપ અથવા દુકાનદારને ઓનલાઇન ચૂકવણી કરી હશે. પરંતુ શું તમે જાણો છો કે ક્યૂઆર કોડ સ્કેન કરીને તમે છેતરપિંડીનો પણ ભોગ બની શકો છો ? ક્વિક રિસ્પોન્સ એટલે કે ક્યૂઆર પ્રથમ જાપાનમાં બનાવવામાં આવ્યું હતું. હવે તેનો ઉપયોગ ભારતમાં આડેધડ રીતે કરવામાં આવે છે. પરંતુ જો તમે તેના ઉપયોગમાં સાવચેતી રાખશો નહીં, તો પછી આવા છેતરપિંડીનો ભોગ બની શકો છો. અમે તમને જણાંવવા જઈ રહ્યાં છીએ કે ક્યૂઆર કોડ ફિશિંગ શું છે અને તમે તેને કેવી રીતે ટાળી શકો. જેમ જેમ લોકો ડિજિટલ ટ્રાંઝેક્શન તરફ પ્રગતિ કરી રહ્યા છે તેમ તેમ લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓ પણ વધી રહી છે. ઘણા લોકો સંપર્ક વિનાની ચુકવણી કરતી વખતે ક્યૂઆર કોડને સ્કેન કરે છે.છેતરપિંડી કરનાર તેનો લાભ લે છે. તેઓ ક્યૂઆર કોડને બદલી નાખે છે. જેના કારણે પેમેન્ટ છેતરપિંડી કરનારના ખાતામાં જાય છે. સમાન ક્યુઆર કોડ બદલી અને બીજો ક્યૂઆર કોડ દાખલ કરે છે તેને જ ક્યૂઆર કોડ ફિશિંગ કહે છે. આમ થવાથી તમારા પૈસા દુકાનદાર પાસે ન જતા અને છેતરપિંડી કરનારના ખાતામાં જમા થાય છે. આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે, જ્યારે પણ તમે QR કોડ સ્કેન કરો છો અને ચૂકવણી કરો છો ત્યારે સાવચેત રહો. ક્યૂઆર કોડને સ્કેન કર્યા પછી તેમાં રીસીવર એટલે કે મેળવાનારનું નામ આવે છે તેને જરૂર એકવાર ચકાસી લેવું હિતાવહ છે. સંદેશ અથવા ઇમેઇલમાં મળતા કોઈપણ અજાણ્યા અથવા નવા ક્યૂઆર કોડને સ્કેન કરવાનું ટાળો. ફોનના કેમેરાથી સીધા ક્યૂઆર કોડને સ્કેન કરવાને બદલે, એક એપ્લિકેશન સાથે કરો, જે ક્યૂઆર કોડની વિગતો પણ આપે છે. બેંકમાં થયેલ કોઈપણ ખોટા વ્યવહાર પર તાત્કાલિક કાર્યવાહી કરો. છેતરપિંડીના કિસ્સામાં, તમે તેના વિશે સાયબર સેલમાં જાણ પણ કરી શકો છો.
જો તમે QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરો છો, તો આ છેતરપિંડીથી સાવચેત રહો.
વધુ જુઓ
મોરબીનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલ સમયમાં? ઉધોગ ને રાહત થાય તેવા સરકારે નક્કર પગલાં ભરવા જોઇએ
લાખો લોકોની રોજગારી પર સીધી અસર
ચુંટણી સમયે કરોડો રૂપિયા નું ચુનાવી ફંડ ઉધોગપતિઓ પાસે થીં લઇ ઉધોગપતિઓ ને હથેળીમાં ચાંદ બતાવતા નેતાઓ હાલ સીરામીક ઉધોગ નાં કપરાં સમયે મૌન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે
દેશ અને દુનિયાનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ અને સૌથી વધુ વિદેશી હૂંડિયામણ રળી આપનારો સિરામિક...
શેરબજાર ઊંચા સ્તરે બંધ, સેન્સેક્સમાં 359 અંકનો ઉછાળો, નિફ્ટી 15,700 ને પાર
સપ્તાહના ચોથા ટ્રેડિંગ ડે પર શેરબજાર ઊંચા સ્તરે બંધ રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના શેરમાં સેન્સેક્સ ૩૫૮.૮૩ વધીને ૫૨,૩૦૦.૪૭ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૦૨.૪૦ પોઇન્ટ વધીને ૧૫,૭૩૭.૭૫ અંક પર બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વ, એસબીઆઈ, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક અને ડિવિસ લેબના શેર લીલા નિશાન સાથે બંધ થયા...
જાણો કોણ કરે છે તમારા આધારકાર્ડનો ખોટો ઉપયોગ ? ઘરે બેઠા ચેક કરી શકો છે જાણો પુરી પ્રક્રિયા.
હાલમાં, આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ બન્યું છે. નવું સિમકાર્ડ મેળવવાથી લઈને નવી નોકરી મેળવવી તેમજ ઘર લેવા માટે પણ આધાર કાર્ડ જરૂરી છે. સરળ શબ્દોમાં કહીએ તો, આધારકાર્ડ વિના કંઈ પણ કરવું અશક્ય બની ગયું છે. પરંતુ આધારકાર્ડનો વધારે ઉપયોગ કરવાને કારણે તેના દુરઉપયોગનું જોખમ વધી ગયું...