ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલની 14 મી સીઝન પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબીએ એક મોટી જાહેરાત કરી છે. આઈપીએલની નવી સીઝન પહેલા આરસીબીએ ભારતીય દિગ્ગજ ખેલાડી સાથે હાથ મિલાવ્યા છે. આરસીબીએ પૂર્વ ભારતીય ક્રિકેટર અને લાંબા સમયના બેટિંગ કોચ સંજય બાંગરને બેટિંગ સલાહકાર તરીકે ઉમેર્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સત્તાવાર ટ્વિટર હેન્ડલે પુષ્ટિ આપી છે કે સંજય બાંગર આઈપીએલ 2021 માટે ટીમના બેટિંગ સલાહકાર રહેશે. આરસીબીએ ટ્વીટ કર્યું કે, “સંજય બાંગરને આરસીબી પરિવારમાં આઈપીએલ 2021 ના બેટિંગ સલાહકાર તરીકે આવકારવામાં અમને ખૂબ આનંદ છે! ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને બાંગર વચ્ચે ઘણા સારા સંબંધ છે. આઈપીએલનો એક પણ ખિતાબ ન જીતનાર બેંગ્લોરની ટીમ ફરી એકવાર નવા કોચ સાથે આગળ વધવા માંગે છે. આઇપીએલ 2021 ની હરાજી પહેલા સંજય બાંગરની પસંદગી એક મહત્વપૂર્ણ પગલું છે. બાંગર હરાજી માટે કેટલાક ખેલાડીઓની પસંદગી કરી શકે છે જેના પર આરસીબી બોલી લગાવે છે. કોચિંગ સ્ટાફનો ભાગ હોવાને કારણે આરસીબીની બેટિંગ લાઇનઅપમાં સુધારો થઈ શકે છે, કારણ કે તેમને કોચિંગ સ્ટાફ સાથે સંકળાયેલા હોવાનો લાંબો અનુભવ છે.
IPL 2021: આરસીબીની ટીમે મહત્વપૂર્ણ જાહેરાત કરી, વિરાટ કોહલીને ભારતીય દિગ્જ્જનો ટેકો મળશે.
વધુ જુઓ
BCCI એ કરી જાહેરાત,19 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે IPL, આ દિવસે રમાશે ફાઇનલ મુકાબલો
ભારતમાં ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની (બીસીસીઆઈ) બહુચર્ચિત ટી-20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની બાકીની મેચો અંગે ઘણી વાતો થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ટુર્નામેન્ટની બાકીની 31 મેચો અંગે ઘણું કહેવામાં આવ્યું છે પરંતુ હવે બોર્ડના વાઇસ ચેરમેને નિવેદન આપીને તેનો અંત લાવી દીધો છે. રાજીવ શુક્લાએ સ્પષ્ટ કરી...
ભારતીય બેટ્સમેનને સદી ફટકારવા બદલ મળે છે લાખો રૂપિયા, યુવરાજ સિંહે એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા ત્યારે BCCI એ તેને આટલું ઇનામ આપ્યું હતું જાણીને તમને પણ થશે આશ્ચર્ય.
દરેકને ખબર છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ તેના પુરુષ ખેલાડીઓ પર પૈસા લૂંટાવે છે. દરેક ખેલાડીને વાર્ષિક કોન્ટ્રાક્ટ તરીકે 7-7 કરોડ રૂપિયા મળે છે, તેમજ મેચ ફી અને અન્ય બોનસ અલગથી મળે છે. જો કોઈ બેટ્સમેન સદી ફટકારે અથવા બેવડી સદી ફટકારે અથવા બોલર પાંચ...
શ્રીલંકા પ્રવાસ માટે જનારી ટીમની પસંદગી, આ ખેલાડીને મળી શકે છે ટીમની કેપ્ટન્સી, જાણો ટીમનું ટૂર શેડ્યૂલ.
ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને શ્રીલંકાનો પ્રવાસ ખેડવાની છે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસમાં 3 વન ડે અને ટી-20 મેચ રમવાની છે.ટીમનું ટૂર શેડ્યૂલ બહાર આવ્યું છે. ભારતીય ટીમના પ્રમુખ ખેલાડીઓ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જેમાં કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્માનો સમાવેશ થાય છે. બંને ફોર્મેટ માટેની...